ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ગુજરાત: ભુપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સીમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યાની કડી મળી

Text To Speech
  • 100થી વધુ ભોગ બનનાર લોકોએ પોલીસનો સંપર્ક કરી છેતરપિંડી અંગેની વિગતો આપી
  • નજીકના સગા તેમજ વિશ્વાસુ વ્યક્તિઓના નામે કરોડો રૂપિયા પ્રોપર્ટીમાં રોક્યા
  • ભુપેન્દ્રસિંહે નિષ્ણાંતોની મદદ લઇને આ નાણાંનું રોકાણ કર્યાની આશંકા

બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના નામે છ કરોડ રૂપિયા ઉપરાંતની છેતરપિંડી કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. જેમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટો કરન્સી અને બીટ કોઇનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો મળી છે.

નજીકના સગા તેમજ વિશ્વાસુ વ્યક્તિઓના નામે કરોડો રૂપિયા પ્રોપર્ટીમાં રોક્યા

ભુપેન્દ્રસિંહે બીઝેડ કંપની અને તેના નજીકના સગા તેમજ વિશ્વાસુ વ્યક્તિઓના નામે કરોડો રૂપિયા પ્રોપર્ટીમાં રોક્યા હોવાની દિશામાં તપાસ કરવા માટે પોલીસે રાજ્યના તમામ જિલ્લાઓની રજીસ્ટ્રાર ઓફિસમાં વિગતો આપીને માહિતી મંગાવી છે. આ ઉપરાંત, અન્ય 100થી વધુ ભોગ બનનાર લોકોએ પોલીસનો સંપર્ક કરીને તેમની સાથે થયેલી છેતરપિંડી અંગેની વિગતો આપી છે. ઉત્તર અને મધ્ય ગુજરાત અને ગાંધીનગરમાં બીઝેડ ફાઇનાન્સીયલ સર્વિસના નામે ઓફિસ ખોલીને રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને ભુપેન્દ્રસિંહ ઝાલાએ છ હજાર કરોડ રૂપિયા મહાકૌભાંડની તપાસમાં સીઆઇડી ક્રાઇમ વિવિધ મુદ્દાઓ અલગ તારવીને અલગ અલગ ટીમ બનાવી છે.

ભુપેન્દ્રસિંહે નિષ્ણાંતોની મદદ લઇને આ નાણાંનું રોકાણ કર્યાની આશંકા

પોલીસની 10થી વધુ કર્મચારીઓની ટીમ ભુપેન્દ્રસિંહ ઝાલાની વિવિધ ઓફિસમાં નોકરી કરતા યુવક અને યુવતીઓના નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી છે. ભુપેન્દ્રસિંહે રોકાણકારોને છેતરીને મેળવેલા કરોડો રૂપિયા પૈકીના મોટાભાગની રકમ ક્રિપ્ટો કરન્સી અને બીટ કોઇનમાં રોકાણ કર્યાની વિગતો પણ સીઆઇડી ક્રાઇમને મળી છે. ભુપેન્દ્રસિંહે આ માટે કેટલાંક નિષ્ણાંતોની મદદ લઇને આ નાણાંનું રોકાણ કર્યાની આશંકા છે.

Back to top button