ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

Video : ફેંગલ વાવાઝોડાની અસર શરૂ, પુડુચેરી આસપાસ ભારે પવન અને વરસાદ, તંત્ર એલર્ટ

પુડુચેરી, 30 નવેમ્બર : ફેંગલ વાવાઝોડું શનિવારે એટલે કે આજે બપોરે પુડુચેરી નજીક પહોંચે તેવી સંભાવના છે. આ અંગે વહીવટી અધિકારીઓએ સ્થાનિક લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપી છે. મહત્વનું છે કે આ વાવાઝોડાની સંભાવનાને જોતા આજે શનિવારે તમામ શાળા અને કોલેજો બંધ રહેશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

દરમિયાન ભારતીય હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે ફેંગલ વાવાઝોડું શનિવાર બપોર સુધીમાં પુડુચેરી નજીક પહોંચવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ એ કુલોથુનગને PWD, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય વિભાગોના અધિકારીઓ સાથે પરિસ્થિતિની ચર્ચા કરી અને સમીક્ષા કરી હતી.

પુડુચેરી અને ચેન્નાઈના દરિયામાં ઊંચા મોજા ઉછળે છે

આ દરમિયાન પુડુચેરી અને ચેન્નાઈના સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ફેંગલ વાવાઝોડાના કારણે સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે અને ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફેંગલ વાવાઝોડું આજે સાંજ સુધીમાં પુડુચેરી અને ચેન્નાઈના દરિયાકાંઠે ટકરાશે. આ દરમિયાન તમિલનાડુમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તામિલનાડુના સીએમ એમકે સ્ટાલિને સાવચેતીના પગલાંની સમીક્ષા કરવા માટે તાજેતરમાં સચિવાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. NDRF અને રાજ્યની ટીમોને પરિસ્થિતિનો સામનો કરવા માટે તિરુવરુર, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ, કુડ્ડલોર જિલ્લામાં રવાના કરવામાં આવી છે.

ફ્લાઇટ શેડ્યૂલમાં ફેરફાર

મહત્વનું છે કે ચેન્નાઈ અને આસપાસના જિલ્લાઓ ચેંગલપેટ, કાંચીપુરમ અને તિરુવલ્લુર, ઉત્તરી તટીય શહેર કુડ્ડલોર અને નાગાપટ્ટિનમ સહિત કાવેરી ડેલ્ટા એવા સ્થળોમાં સામેલ છે જ્યાં સતત વરસાદ થઈ રહ્યો છે.  આ વિસ્તારોમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ તો કેટલાક સ્થળોએ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

વરસાદને કારણે OMR રોડ સહિત ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિકને અસર થઈ હતી. ઉલ્લેખનીય છે કે વાવાઝોડાને જોતા વિમાનોની ફ્લાઈટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :- જય શાહની હાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમની નવી ODI જર્સી લોન્ચ કરાઈ

Back to top button