પાલનપુરમાંથી બે સરકારી સર્વેયર રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાયા
- એસીબીની ટીમે ભાવેશ પાતાણી અને રામાભાઈ ચૌધરીને દબોચ્યા
પાલનપુર, 29 નવેમ્બર : બનાસકાંઠાના પાલનપુરમાંથી બે સરકારી સર્વેયર રૂ.1 લાખની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીની ટીમે ચંડીસર ગામે આવેલી ખાનગી ઓફિસમાં ટ્રેપ દરમિયાન બંને શખસો લાંચ લેતાં રંગેહાથ મળી આવતા ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે જાણવા મળ્યા મુજબ, ફરીયાદીને પોતાની ખેતીની જમીન પ્રમોલગેશન થતાં ક્ષેત્રફળ માં ફેરફાર થયેલ જે સુધારો કરવા ડી.આઈ.એલ.આર.(જીલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ) કચેરીમાં અરજી આપેલ જે અરજી તપાસ સારું સરકાર માન્ય લાયસન્સી સર્વેયર ભાવેશકુમાર દલપતભાઈ પાતાણીને ફાળવતા તેમણે તથા રામાભાઇ લક્ષ્મણભાઈ ચૌધરીએ ફરિયાદીની જમીન માપણી કરી બંને આરોપીઓએ ભેગા મળી રૂ.૧,૦૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માગણી કરેલ હતી.
પરંતુ આ લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ના હોય, જેથી ફરીયાદીએ પાલનપુર એ.સી.બીનો સંપર્ક કરી ફરીયાદ આપતા તેમની ફરિયાદના આધારે પાલનપુર એસીબીની ટીમના પીઆઈ એન.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફે વિવાંશ સર્વેયર ઓફિસ, ધોળેશ્વર મહાદેવની સામે, ચંડીસર, તા.પાલનપુર, જી.બનાસકાંઠા ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના ભાવેશકુમાર દલપતભાઈ પાતાણી, હોદ્દો-સરકારી લાઇસન્સ સર્વેયર, ડી.આઈ.એલ.આર. કચેરી, પાલનપુરનાઓએ ફરિયાદી સાથે સ્થળ ઉપર વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હોય જેઓને એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા.
આ પણ વાંચો :- ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ‘ઘરચોળા’ને ભારત સરકાર તરફથી મળ્યો ‘GI ટેગ’