ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

સૂતા પહેલા એક ગ્લાસ પીવો આ ડ્રિંક, શરદી-ખાંસી નહીં ફરકે આસપાસ

  • અત્યારે કદાચ આપણી આસપાસ કોઈક ને કોઈક વ્યક્તિ તો શરદી-ખાંસી જેવી સીઝનલ તકલીફમાં હશે જ. જો દરેક વ્યક્તિ આ પીણું પીવા લાગશે તો ચોક્કસ ફાયદો થશે

HD ન્યુઝ ડેસ્કઃ દરેક ઘરના રસોડામાં લવિંગ તો હોય જ છે, પરંતુ દરેક વ્યક્તિ તેના ચમત્કારિક ગુણધર્મો વિશે જાણતી નથી. તે માત્ર ખાવાની વસ્તુઓનો સ્વાદ વધારવાનું નથી કરતું, પરંતુ અનેક સમસ્યાઓ અને રોગોમાં પણ ફાયદાકારક છે. લવિંગનું પાણી પીવાથી ઘણા હેલ્થ બેનિફિટ્સ થઈ શકે છે.

તે લીવરને ડિટોક્સ કરે છે, પાચનને મજબૂત કરે છે, સોજો ઓછો કરે છે, શ્વાસનળીનો સોજો, કફ, શરદી-ખાંસી અને શ્વાસ સંબંધી સમસ્યાઓ ઘટાડે છે. એન્ટિવાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણોને લીધે, આ પીણું સુપરપાવર બને છે. જાણો તેના ફાયદા

લવિંગનું પાણી પીવાના ફાયદા

  • દાંતના દુખાવાથી છુટકારો મળશે, કેવિટીની તકલીફ ઓછી થશે
  • લીવર ડિટોક્સ થશે
  • સોજામાંથી રાહત મળશે અને સારી ઊંઘ આવશે
  • પાચન સુધરશે
  • બ્રોન્કાઇટિસની સમસ્યાને ઓછી કરે છે
  • ફેફસાંમાંથી કફ દૂર થાય છે
  • શરદી અને ઉધરસથી છુટકારો અપાવે છે
  • અસ્થમા જેવી શ્વાસ સંબંધિત સમસ્યાઓમાંથી રાહત આપે છે
  • મેમરી અને ફોકસ વધારે છે
  • રક્ત પરિભ્રમણમાં મદદ કરે છે

સૂતા પહેલા એક ગ્લાસ પીવો આ ડ્રિંક, શરદી-ખાંસી નહીં ફરકે આસપાસ hum dekhenge news

શું લવિંગના પાણીની કોઈ આડઅસર છે?

બેસ્ટ સેલિંગ પુસ્તક ‘ધ હેલ્ધી કેટો પ્લાન’ના લેખક ડૉ. એરિક બર્ગ ડીસીએ આ પાણીના અદ્ભુત ગુણોનું વર્ણન કર્યું છે. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર લવિંગના પાણી વિશે જણાવ્યું છે. યુટ્યુબ પર તેમના 12.7 મિલિયન ફોલોઅર્સ છે. તેમણે કહ્યું કે તમે લવિંગના પાણીને કુદરતી એન્ટિબાયોટિક માની શકો છો, જેની કોઈ આડઅસર નથી. તેના ફાયદા આશ્ચર્યજનક છે.

લવિંગનું પાણી ક્યારે પીવું

ડૉ. બર્ગે જણાવ્યું કે રાત્રે સૂવાના 30 મિનિટ પહેલા લવિંગનું પાણી પીવાથી શરીરને જબરદસ્ત ફાયદો થાય છે. તેનાથી આખા શરીરને આરામ મળે છે અને વ્યક્તિને સારી ઊંઘ આવે છે. આમ કરવાથી શરીર સંપૂર્ણપણે ફિટ અને રોગોથી દૂર રહી શકે છે.

લવિંગનું પાણી કેવી રીતે બનાવવું

  • ચાર કે પાંચ લવિંગ લો.
  • તેને એક કપ પાણીમાં નાખી ઉકાળો.
  • ઢાંકીને પાંચ મિનિટ ઉકળવા દો, જેથી વરાળ તેમાં જ રહી જાય.
  • તેને એક કલાક માટે ઠંડુ થવા દો
  • તેને મીઠુ બનાવવા માટે અડધી ચમચી મધ નાખીને પીવો.

આ પણ વાંચોઃ કેન્સર નહિ, કાલા જાદુ કૃષ્ણ કુમારની દીકરી તિશાના મૃત્યુનું કારણ? માતાએ કર્યા શોકિંગ ખુલાસા

નોંધઃ હેલ્થની કોઈ પણ ટિપ્સને અનુસરતા પહેલા નિષ્ણાતોનો મત અવશ્ય લેવો

Back to top button