Realmeનો વોટરપ્રૂફ ફોન V60 PRO લોન્ચ: વરસાદમાં પણ કરશે કામ, જાણો કિંમત-ફીચર્સ
- Realmeનો આ વોટરપ્રૂફ ફોન 5600mAh બેટરી અને કુલ 24GB RAM સાથે આવે છે
નવી દિલ્હી, 29 નવેમ્બર: Realmeએ કંપનીનો નવો બજેટ 5G સ્માર્ટફોન Realme V60 Pro V સીરીઝમાં લોન્ચ કર્યો છે. Realmeનો આ ફોન 5600mAh બેટરી, કુલ 24GB RAM સાથે આવે છે. જેમાં 12GB RAM હાર્ડવેર + 12GB વર્ચ્યુઅલ RAM છે. આ ફોન સાથે, ખરીદદારોને એક વર્ષની વોટરપ્રૂફ વોરંટી અને બે વર્ષની ફોન વોરંટી મળે છે. આ ફોનને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
Realme V60 Proની કિંમત શું છે?
Realme V60 Pro ઓબ્સિડીયન ગોલ્ડ, રોક બ્લેક અને લકી રેડ કલરમાં આવે છે. ફોનના 12GB + 256GB વેરિઅન્ટની કિંમત 1599 Yuan (અંદાજે રૂ. 18,675) છે અને ટોચના વેરિયન્ટ 12GB + 512GB વર્ઝનની કિંમત 1799 Yuan (અંદાજે રૂ. 21,015) છે. આ ફોન પહેલેથી જ ચીનમાં વેચાણ પર છે.
Realme V60 Proના ફીચર્સ અને સ્પેક્સ
Realmeના આ ફોનમાં 6.67-ઇંચની HD+ 120Hz LCD સ્ક્રીન છે. આ ફોન નવા MediaTek Dimensity 6300 SoC પ્રોસેસર સાથે 12GB RAM + 12GB ડાયનેમિક RAM સાથે આવે છે. Realme V સિરીઝમાં પ્રથમ વખત ફોનને ધૂળ અને પાણીથી બચાવવા માટે IP68 + IP69 રેટિંગ મળ્યું છે. ફોનમાં મિલિટરી-ગ્રેડ ડ્રોપ રેઝિસ્ટન્સ છે. V60 Proમાં 5600mAh બેટરી છે જે 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
ફોનની ડિઝાઇન Realme C75 જેવી છે, જે તાજેતરમાં વિયેતનામમાં રજૂ કરવામાં આવી હતી. ફોન હજુ પણ Android 14 પર આધારિત Realme UI 5.0 પર ચાલે છે. Realme V60 Proમાં 50MP રીઅર કેમેરા, LED ફ્લેશ અને 8MP ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર. ફોનમાં અલ્ટ્રા લિનિયર સ્પીકર છે.