શોભિતા ધૂલીપાલા અને નાગા ચૈતન્યની હલ્દી સેરેમનીઃ પ્રી-વેડિંગ ફંકશન શરૂ
- શોભિતા ધૂલીપાલા અને નાગા ચૈતન્યના પ્રી-વેડિંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે તેમની હલ્દી સેરેમની હતી અને તેની ઝલક સામે આવી છે
29 નવેમ્બર, ચેન્નઈઃ નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે. તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સની શરૂઆત 29 નવેમ્બરે હલ્દી સેરેમની સાથે થઈ હતી. તેમના હલ્દી ફંક્શનની પ્રથમ ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે.
શોભિતા ધુલીપાલા પરંપરાગત લાલ સાડીમાં નાગા ચૈતન્યની બાજુમાં બેઠેલી જોવા મળી છે. નાગા ચૈતન્ય સફેદ રંગનો કુર્તા પાયજામા પહેરેલો જોવા મળે છે. પરિવારના સભ્યો તેની આસપાસ ફૂલોની વર્ષા કરી રહ્યા છે.
શોભિતા તેની હલ્દી સેરેમની માટે પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ગઈ હતી. તેણે પીળી સાડી પહેરી હતી અને ગોલ્ડન જ્વેલરી પહેરી હતી. પરિવારના સભ્યો શોભિતા પર પાણી વરસાવી રહ્યા છે. બીજી તસવીરમાં તે પૂજા કરતી જોવા મળી રહી છે. પંડિત તેમને રીત રિવાજ પ્રમાણે પૂજા કરાવી રહ્યા છે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
નાગા ચૈતન્યની તનારી દુલ્હને હલ્દી સેરેમની અને મંગલાસનમ વિધિ માટે બે અલગ-અલગ પોશાક પહેર્યા હતા.
તેણે હલ્દી માટે પીળા રંગની સુંદર સાડી પહેરી હતી. તસવીરોમાં દુલ્હન ખૂબ જ સુંદર લાગી રહી છે. નાગા ચૈતન્ય અને શોભિતા 4 ડિસેમ્બર 2024 ના રોજ હૈદરાબાદમાં લગ્ન કરશે. આ કપલે ઓગસ્ટ 2024માં સગાઈ કરી હતી. નાગા ચૈતન્યના આ બીજા લગ્ન છે.
આ પણ વાંચોઃ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના ઘરે EDના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો?