ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નહીં સમજે તો અમે…બાંગ્લાદેશમાં ચિન્મય દાસની ધરપકડ પર રામભદ્રાચાર્યે આપી ચીમકી

Text To Speech
  • ISCON સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા

નવી દિલ્હી, 29 નવેમ્બર: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અને હુમલાની ઘટનાઓ વચ્ચે ISCON સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. જગદગુરુ રામભદ્રાચાર્યએ આ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, બાંગ્લાદેશે આવું ન કરવું જોઈએ. અમે પણ તેમને સમજાવીએ છીએ. નહીં તો અમે અમારી રીતે સમજાવીશું. હાલ આપણા રાજનેતાઓ પણ સમજાવી રહ્યા છે કે, આવું ન કરવું જોઈએ. આ દરમિયાન તેમણે ફરી એકવાર હિન્દુ એકતાની વાત દોહરાવી અને કહ્યું કે, અમે અયોધ્યા જઈ રહ્યા છીએ. અમે રામલલાને બધા હિન્દુઓને એક કરવા પ્રાર્થના કરીશું, જો હિન્દુઓ એક થઈ જશે તો અસુરી શક્તિઓ આપોઆપ પરાજિત થઈ જશે.

 

ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ હોબાળો વધી ગયો

બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હિન્દુ સમુદાયના લોકોને ત્યાં સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમના પર હુમલાની ઘટનાઓ વારંવાર બની રહી છે, હિન્દુ મંદિરો અને દેવી-દેવતાઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં ISCON સાથે સંકળાયેલા હિન્દુ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હોબાળો વધુ ઉગ્ર બની ગયો છે.

બાંગ્લાદેશ સરકાર દ્વારા હિન્દુ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારબાદ આ ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન BNP અને જમાતના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ જોવા મળી હતી. આ હિંસામાં 50થી વધુ હિન્દુઓ ઘાયલ થયા છે. ભારત સરકારે પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. ભારત ત્યાંની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

આ પણ જૂઓ: Video : બાંગ્લાદેશમાં હિન્દુ યુવકને મંદિર જતો રોકી ઉઠક બેઠક કરાવવામાં આવી

Back to top button