ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

‘ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેચ!’ ગ્લેન ફિલિપ્સનું મેદાન પર આશ્ચર્યજનક કારનામું, જૂઓ વીડિયો

  •  ઇંગ્લેન્ડની ટીમ ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે છે

HD ન્યૂઝ ડેસ્ક, 29 નવેમ્બર: ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 28 નવેમ્બરથી ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહી છે. અહીં કિવી ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે આજે શુક્રવારે આશ્ચર્યજનક કેચ પકડી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઈંગ્લેન્ડની બેટિંગ દરમિયાન 53મી ઓવરમાં આ સુંદર નજારો જોવા મળ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ માટે અનુભવી ઝડપી બોલર ટિમ સાઉથી બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે ઇંગ્લેન્ડની ટીમના બેટ્સમેન ઓલી પોપે સાઉદી તરફથી આ ઓવરનો બીજો બોલ રમવાનો પ્રયાસ કર્યો, જે 125.9 કિમી પ્રતિ કલાકની ઝડપે બેકવર્ડ પોઈન્ટ તરફ ગયો હતો, પરંતુ અહીં તૈનાત ફિલિપ્સે બેટ્સમેનની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. તેણે ડાબી બાજુ કૂદીને લગભગ અશક્ય કેચને શક્ય બનાવ્યો હતો. જેને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જૂઓ આ કેચનો વીડિયો

 

 ઇંગ્લેન્ડની ટીમનો બેટ્સમેન પોપ સદી ચૂકી ગયો 

અંતે પરિણામ એ આવ્યું કે, પોપને 77 રનના પોતાના સ્કોર પર આઉટ થતાં પેવેલિયન જવું પડ્યું. આ પહેલા તે શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેની શાનદાર બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આજે શુક્રવારે તે તેની ટેસ્ટ કારકિર્દીની 14મી અડધી સદી પૂરી કરવામાં સફળ રહ્યો. તેની શાનદાર બેટિંગ જોઈને એવી આશા હતી કે, તે આજે તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી પણ પૂરી કરશે, પરંતુ ફિલિપ્સે તેનું સપનું સાકાર ન થવા દીધું. પોપે આઉટ થતા પહેલા કુલ 98 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તે 78.57ની સ્ટ્રાઈક રેટથી 77 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન તેના બેટમાંથી આઠ ચોગ્ગા આવ્યા હતા.

હેરી બ્રુકે તેની ટેસ્ટ કારકિર્દીની સાતમી સદી પૂરી કરી

ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં બનાવેલા 348-10 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 310 રનથી ઉપર બનાવી લીધા છે. હેરી બ્રુક પોતાની ટેસ્ટ કારકિર્દીની સાતમી સદી પૂરી કરીને મેદાન પર છે. ટીમ માટે પાંચમા સ્થાને બેટિંગ કરતા તેણે અત્યાર સુધીમાં કુલ 163 બોલનો સામનો કર્યો છે. આ દરમિયાન તે 132 રન બનાવીને રમી રહ્યો છે.

આ પણ જૂઓ:બોર્ડર-ગાવસ્કર ટ્રોફી : ભારતની ચિંતા દૂર થઈ! ગિલે શરૂ કરી પ્રેક્ટિસ, જૂઓ વીડિયો

Back to top button