ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

મશાલ જુલૂસ દરમિયાન અચાનક આગ ફાટી, 50થી વધુ દાઝયા; 12 લોકોની હાલત ગંભીર

Text To Speech

મધ્યપ્રદેશ, 29 નવેમ્બર 2024 :   મધ્યપ્રદેશના ખંડવામાં એક મશાલ જુલૂસ દરમિયાન લાગેલી ભીષણ આગને કારણે 30થી વધુ લોકો દાઝી ગયા છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી. આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો ઝડપથી દોડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત મશાલ કાર્યક્રમમાં લોકોએ ભાગ લીધો હતો.

ખંડવા આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

 

ખંડવાના એસપી મનોજ રાયે જણાવ્યું કે આ અકસ્માત શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન થયો હતો. ક્લોક ટાવર પર આ કાર્યક્રમ પૂરો થવા આવ્યો ત્યારે મશાલ મૂકતી વખતે કેટલીક મશાલ ઊંધી પડી ગઈ, જેના કારણે તેની અંદર જે તેલ અને વહેર હતું તેના લીધે આસપાસ મશાલ ભડકી ગઈ. જેથી ત્યાં કુંડાળું બનીને ઉભેલા લોકો દઝાઈ ગયા.

દાઝી ગયેલા લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ
આગમાં દાઝી ગયેલા લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. લોકોના ચહેરા અને હાથ બળી ગયા છે. 30 લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 12 લોકોને ભરતી કરવામાં આવ્યા હતા. બાકીનાને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ચેમ્પિયન્સ ટ્રોફી : શાહિદ આફ્રિદીનો BCCI ઉપર મોટો આરોપ, ICCને પણ આપી આ સલાહ

Back to top button