ટ્રેન્ડિંગનેશનલ

મામાના ઘરે જતી સગીરા સાથે એમ્બ્યુલન્સમાં 4 નરાધમોએ કર્યુ દુષ્કર્મ

Text To Speech

MP Crime News: મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લામાં એક એમ્બ્યુલન્સની અંદર એક સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, સગીરા એમ્બ્યુલન્સમાં તેના મામાના ઘરે જતી હતી. તેની સાથે એક મહિલા હતી, જેને સગીરા ઓળખતી હતી. મહિલા રસ્તામાં ઉતરી જતાં આરોપીઓએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના હનુમાનગઢ જિલ્લામાં બની હતી. પોતાની ફરિયાદમાં યુવતીએ આરોપ લગાવ્યો હતો કે એમ્બ્યુલન્સ ડ્રાઈવરના આસિસ્ટન્ટ દ્વારા તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. કારમાં ડ્રાઇવર સહિત ચાર લોકો સવાર હતા.

મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું

પોલીસે પોસ્કો એક્ટ અને આઈપીસીની અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી અને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.  એક એમ્બ્યુલન્સ સગીરાના ગામમાં ગઈ હતી. સગીરાએક પરિચિત સાથે એમ્બ્યુલન્સમાં તેના મામાના ઘરે જવા નીકળી હતી. સગીરા અને મહિલા બંને એમ્બ્યુલન્સ ડ્રાઈવરને ઓળખતા હતા. સગીરા સાથે ગયેલી મહિલા રસ્તામાં ઉતરી ગઈ હતી. જે બાદ એમ્બ્યુલન્સ થોડી આગળ વધી ત્યારે એક યુવક ત્યાં આવ્યો અને તેની છેડતી કરવા લાગ્યો. તેણે ચીસો પાડવાનું શરૂ કર્યું ત્યારે આરોપીએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ આરોપીઓએ વારાફરતી એમ્બ્યુલન્સમાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીઓ સગીરાને ઓળખતા હતા

આ ઘટના બાદ બાદ સગીરા ઘરે પહોંચી હતી અને તેની માતાને જાણ કરી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓની ઓળખ રાજેશ કેવટ, વિરેન્દ્ર ચતુર્વેદી, રામાયણ કેવટ અને મંજૂ કેવટ તરીકે થઈ છે. તેમની સામે બળાત્કાર, ગુનાહિત ધમકી અને પોસ્કો એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં બે આરોપી રાજેશ કેવટ અને વિરેન્દ્ર ચતુર્વેદીની ધરપકડ કરી છે. પોલીસ અન્ય આરોપીઓની શોધ કરી રહી છે. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ઉપેન્દ્ર કુમાર શર્મા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે લોકોએ એમ્બ્યુલન્સમાં દુષ્કર્મ આચર્યું તેઓ સગીરાને પહેલેથી જ ઓળખતા હતા. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈ સસ્પેન્સ યથાવત, શાહ સાથે મીટિંગ બાદ પરત ફર્યા શિંદે અને ફડણવીસ

Back to top button