ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

કોલ્ડ્રિંક્સના કેન અને ચિપ્સના પેકેટમાંથી સીધું ખાશો, તો પડશો બીમાર

  • કોઈ વસ્તુના પેકેટમાંથી સીધું ખાવાનું શરૂ કરી દેતા અને કોલ્ડ્રિંક્સની બોટલમાંથી ડાયરેક્ટ પીવાનું શરૂ કરી દેતા લોકો આંખો ખોલો અને વાંચો

HD ન્યુઝ ડેસ્કઃ બજારમાંથી લાવેલું કોલ્ડ્રિંક્સનું કેન કે પ્લાસ્ટિકની બોટલ ખોલીને સીધું પીવાનું શરૂ કરી દેતા કે પછી ચિપ્સ કે અન્ય કોઈ વસ્તુના પેકેટમાંથી સીધું ખાવાનું શરૂ કરી દેતા લોકો ઘણા હોય છે. ઘણી વખત લોકો દાંતની મદદથી પેકેટ ખોલવા લાગે છે. જો તમને પણ આવી આદત હોય તો તરત જ આ આદત છોડી દેજો. લોકો મોટાભાગે બાળકોને જ્યુસ કે ચિપ્સ જેવી વસ્તુઓ સીધી જ આપી દેતા હોય છે અને તેઓ તેને મોઢામાં નાખીને પેકેટ ફાડવા લાગે છે. શું તમે જાણો છો કે આ બાબત ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમે તમારી જાતને કે તમારા બાળકોને બીમાર પડવાથી બચાવવા માંગતા હોવ તો તરત જ આ આદત છોડી દો. કારણ કે પેકેજ્ડ ફૂડની સાથેનું પેકેજિંગ તમારી હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.

કોલ્ડડ્રિંકના કેન અને ચિપ્સના પેકેટમાંથી સીધું ન ખાશો, તે પણ પાડી શકે છે બીમાર hum dekhenge news

પેકેટમાં છુપાયેલા હોય છે હાનિકારક બેક્ટેરિયા

ચિપ્સ, કોલ્ડ્રિંક્સથી લઈને પાણી સુધીની ઘણી ખાદ્ય ચીજો હંમેશા સ્ટોર કરીને રાખવામાં આવે છે. જ્યારે આ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે છે, ત્યારે તેને વંદો અને ઉંદરોથી બચાવવા માટે તેમના પર ખતરનાક જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે. આ દવાઓ ખાધા બાદ ઉંદરો ઘણીવાર પેકેટ ઉપર જ મરી જાય છે અથવા તેના અવશેષો છોડી જાય છે, જે ઘણી વખત આ પેકેટો પર જ રહી જાય છે અને જ્યારે કોઈ વ્યક્તિ આ પેકેટો અથવા બોટલો મોં દ્વારા ખોલે છે અથવા પીવે છે, ત્યારે તે બેક્ટેરિયા સીધા શરીરમાં પ્રવેશ કરે છે અને વ્યક્તિને બીમાર કરે છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ

 

કોલ્ડડ્રિંકના કેન અને ચિપ્સના પેકેટમાંથી સીધું ન ખાશો, તે પણ પાડી શકે છે બીમાર hum dekhenge news

 

પેકેજ્ડ ફૂડના પેકેટ પણ રોગનું કારણ બની શકે

આવા પેકેટના કારણે કેટલાક લોકો ઉલ્ટી, ઝાડા અને ક્યારેક ગંભીર રીતે બીમાર થઈ જાય છે. તેથી, કોઈએ ક્યારેય આ સ્ટોર ફૂડને સીધા મોં દ્વારા ખાવું કે પીવું જોઈએ નહીં. તેને મોં દ્વારા ખોલવું પણ તમને બીમાર પાડી શકે છે.

આ રીતે પેકેજ્ડ ફૂડનો ઉપયોગ કરો

પેકેજ્ડ ફૂડ હંમેશા ગ્લાસ, પ્લેટ વગેરેમાં લેવું જોઈએ. જમતા પહેલા હાથ ધોવા એ સ્વચ્છતા જાળવવા અને બીમાર થવાથી બચવાની એક સરળ રીત છે. જે દરેક ફૂડ આઈટમ એટલે કે પેકેજ્ડ ફૂડ ખાતી વખતે પણ ફોલો કરવી જોઈએ. જેથી કરીને આપણે કોઈ ગંભીર બીમારીથી બચી શકીએ.

આ પણ વાંચોઃ પેટમાં ગેસની તકલીફ વારંવાર થઈ રહી હોય, તો આ આદતો આજે જ સુધારો

Back to top button