વિન્ટર સીઝનમાં પંજાબ ફરી લો, આ સ્થળોની લઈ શકો છો મુલાકાત
- પંજાબમાં તમને ઘણી વિશેષતાઓ જોવા મળશે. અહીં 6 લોકપ્રિય સ્થળોની યાદી છે, જેને તમે તમારી યાત્રામાં સામેલ કરી શકો છો. વિન્ટર સીઝનમાં પંજાબ ફરવાની મજા કંઈક અલગ જ છે
HD ન્યુઝ ડેસ્કઃ પંજાબ તેની સમૃદ્ધ સંસ્કૃતિ, ધાર્મિક સ્થળો અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું છે. આ ભારતનું એક રાજ્ય છે જ્યાં તમને દરેક ખૂણે કંઈક નવું જોવા અને અનુભવવા મળે છે. જો તમે પંજાબની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે અહીં ઘણા લોકપ્રિય સ્થળોની મુલાકાત લઈ શકો છો. અહીં તમે તમારા પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો. અમૃતસરનું સુવર્ણ મંદિર હોય કે ચંદીગઢ જેવું પ્લાનિંગથી તૈયાર થયેલું શહેર હોય, પંજાબમાં તમને ઘણી વિશેષતાઓ જોવા મળશે. અહીં 6 લોકપ્રિય સ્થળોની યાદી છે, જેને તમે તમારી યાત્રામાં સામેલ કરી શકો છો. વિન્ટર સીઝનમાં પંજાબ ફરવાની મજા કંઈક અલગ જ છે.
પંજાબમાં જોવાલાયક 6 સ્થળો
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
અમૃતસર
અમૃતસર પંજાબનું સૌથી લોકપ્રિય શહેર છે અને શીખ ધર્મનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. અહીં સ્થિત સુવર્ણ મંદિર અથવા હરિમંદિર સાહિબ, વિશ્વભરના શીખ ભક્તોને આકર્ષે છે. આ સિવાય જલિયાંવાલા બાગ પણ અહીંનું એક મહત્ત્વનું ઐતિહાસિક સ્થળ છે.
ચંદીગઢ
ચંદીગઢ ભારતનું એક યોજનાબદ્ધ શહેર છે અને તે ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક માનવામાં આવે છે. અહીં તમે રોક ગાર્ડન, સુખના લેક અને ચંદીગઢ કેપિટલ કોમ્પ્લેક્સ જેવા ઘણા આકર્ષણો જોઈ શકો છો.
પઠાણકોટ
પઠાણકોટ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની સરહદ પર આવેલું છે. આ શહેર તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. અહીંથી તમે દૌલતપુર તળાવ, નંદન વન અને અન્ય ઘણા પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકો છો.
આ પણ વાંચોઃ ડિસેમ્બરમાં હિલ સ્ટેશનની મુલાકાત લેવી હોય તો પરફેક્ટ છે કસૌલી, શું જોશો?
જાલંધર
જલંધર પંજાબનું એક ઔદ્યોગિક શહેર છે, પરંતુ તેમાં ઘણા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો પણ છે. અહીં તમે વન્ડરલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક, ઇમામ નાસિર મસ્જિદ અને ભગત સિંહ મ્યુઝિયમ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
કપૂરથલા
કપૂરથલાને મિની પેરિસ પણ કહેવામાં આવે છે. અહીં તમે જગજીત પેલેસ, શાલીમાર ગાર્ડન અને મોરીશ મસ્જિદ જેવા ઘણા આકર્ષણો જોઈ શકો છો.
લુધિયાણા
લુધિયાણા પંજાબનું મુખ્ય ઔદ્યોગિક શહેર છે. અહીં તમે ફિલ્લોર ફોર્ટ, નેહરુ ગાર્ડન અને રૂહી કે બાગ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
આ પણ વાંચોઃ ડિસેમ્બરમાં ફેમિલી સાથે ફરવા માટે આ સાત જગ્યા છે બેસ્ટ