અરવલ્લી/ જિલ્લાનું દસમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, મંત્રી ભીખૂસિંહ પરમાર હાજર રહ્યાં
અરવલ્લી જિલ્લામાં ધનસુરાની જે. એસ. મહેતા હાઇસ્કુલ ખાતે યોજાયું જિલ્લાનું દસમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન
——-
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખૂસિંહ પરમારના અધ્યક્ષસ્થાને બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫ને ખુલ્લો મૂકવામાં આવ્યો
અરવલ્લી, 28 નવેમ્બર 2024 : બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા અરવલ્લી જિલ્લામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવે છે. આ વર્ષે જિલ્લાની દસમું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અરવલ્લી જિલ્લા ધનસુરા ખાતે જે. એસ. મહેતા હાઇસ્કુલ ખાતે યોજવામાં આવ્યું. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખૂસિંહ પરમારના હસ્તે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યુ.
આ પ્રદર્શનમાં ખોરાક આરોગ્ય અને સ્વછતા, પરિવહન અને પ્રત્યાયન, કુદરતી ખેતી, ગાણિતિક નમૂનાઓ અને ગુણાત્મક ચિંતન, આપત્તિ વ્યવસથાપન જેવા ૫ વિભાગ અંતર્ગત ૪૫ જેટલી કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત ૩ દિવસ માટે યોજાયેલ આ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન બાળકોને તેમની રુચિ વધારવામાં મદદરૂપ થશે. આ પ્રદર્શન દરમિયાન પસંદગી પામેલ શ્રેષ્ઠ કૃતિ આગામી સમયમાં યોજાનાર ઝોનલ કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે.
આજના કાર્યક્રમમાં બાળકોને સંબોધન કરતા મંત્રીએ જણાવ્યું કે બાળકોએ પોતાના શિક્ષકોને માતાપિતા સમાન માન આપવું જોઈએ.મંત્રીએ સંબોધન દરમિયાન પોતાના બાળપણની યાદોને સંભારી હતી. બાળકોને તેમને મેક ઈન ઈન્ડિયા, ટેકનોલોજી જેવા વિષયો અંગે પણ સમજાવ્યું. ટેકનોલોજીના માધ્યમથી ભવિષ્યમાં આપણે વિકસિત ભારતનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ.
આજના કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે ધનસુરા કેળવણી મંડળના પ્રમુખ અને સાબરડેરીના ડિરેક્ટર કાંતિભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે G.S.M.M.Fના ચેરમેન અને સાબરડેરીના ચેરમેનશામળભાઇ પટેલ, પ્રાંતીજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામીત, અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘના પ્રમૂખ નરેશભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા મા.શિક્ષણ સંઘના પ્રમુખ અશોકભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા ઉચ્ચ મા.શિક્ષણ સંઘના પ્રમુખ રાકેશભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રા.શિ.સંઘના પ્રમુખ અનિલભાઈ પટેલ સહિત ધનસુરા કેળવણી મંડળના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : ISRO કરવા જઈ રહ્યું છે ઐતિહાસિક લોન્ચિંગ, જાણો શા માટે મહત્ત્વનું છે Proba-03 Mission