આ વૃક્ષની 125 વર્ષથી “ધરપકડ” થયેલી છેઃ શું આ વૃક્ષને જામીન મળશે? જાણો રોમાંચક કિસ્સો
પાકિસ્તાન, 28 નવેમ્બર, તમે ઘણી વિચિત્ર વાર્તાઓ સાંભળી હશે, પરંતુ આ કિસ્સો તમે પહેલા ક્યારેય નહીં સંભાળ્યો હોય કારણ કે કોઈ વ્યક્તિ ગુનો કરે છે, તો તેને કાયદા દ્વારા સજા કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે વડના ઝાડને છેલ્લા 125 વર્ષથી સાંકળોથી બાંધવામાં આવે છે. ખરેખર તો તે પોલીસના ‘પકડ’માં છે. તમને નવાઈ લાગશે કે આવું કઈ રીતે થઈ શકે પણ આ સાચું છે. આ વિચિત્ર ઘટના લગભગ 125 વર્ષ પછી પણ ભૂલાઈ નથી. આ વૃક્ષ પાડોશી દેશ પાકિસ્તાનમાં આવેલું છે.
પાડોશી દેશ પાકિસ્તાનના પેશાવરમાં એક વૃક્ષ છે જેને 24 કલાક લોખંડની સાંકળોથી બાંધવામાં આવે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ સાંકળો તેને 125 વર્ષ પહેલા બાંધવામાં આવી હતી, જે આજે પણ હયાત છે. તમારા મનમાં આ પ્રશ્ન થયો જ હશે કે કોઈ ઝાડને કેવી રીતે પકડી શકે? આમ થાય તો પણ તેનું કારણ શું હશે અને વૃક્ષનો ગુનો શું હશે? વાસ્તવમાં તોરખાન બોર્ડર પાસે લેન્ડી કોટલ નામની વસાહતમાં 125 વર્ષ પહેલા એક અંગ્રેજ અધિકારીના કારણે આ વિચિત્ર કિસ્સો બન્યો હતો.
જાણો આ વૃક્ષની રહસ્યમય કહાની
1899 થી આ વૃક્ષની આ રીતે ધરપકડ કરવામાં આવી છે. તેની પાછળનું કારણ એક બ્રિટિશ ઓફિસર જેમ્સ સ્ક્વિડ છે, જેમણે નશાની હાલતમાં આ ઝાડની ધરપકડ કરી હતી. તોરખાન સરહદ પાસે લેન્ડી કોટલ નામનું એક નગર છે. જેમ્સ સ્ક્વિડનું અહીં પોસ્ટિંગ હતું. એક દિવસ, જ્યારે તે દારૂના નશામાં આ ઝાડ પાસેથી પસાર થયો તે દરમિયાન તેને લાગ્યું કે ઝાડ તેનાથી દૂર જઈ રહ્યું છે અને તેનાથી ભાગી રહ્યું છે. આ જોઈને તે ગુસ્સે થઈ ગયા અને મેસ સાર્જન્ટને આદેશ આપ્યો કે, આ ઝાડને પકડીને જમીન સાથે સાંકળથી બાંધી દો. ત્યારથી આજ સુધી આ વૃક્ષને આ રીતે સાંકળથી બાંધેલું છે
આજે આ વૃક્ષ ખૈબર રાઈફલ્સ ઓફિસર્સ મેસમાં હાજર છે અને તેને આ રીતે સાંકળથી બાંધવામાં આવ્યું છે. ઝાડની ઉપર એક બોર્ડ છે જેમાં તેની બાંધવાની આખી વાર્તા લખેલી છે, જેને વાંચીને તમને એવું લાગશે કે, જાણે વૃક્ષ આ વાર્તા પોતાના શબ્દોમાં કહી રહ્યું છે. જો કે આ વૃક્ષને જોઈને પ્રવાસીઓ હસી પડે છે, પરંતુ અહીંના રહેવાસીઓને લાગે છે કે, આ વૃક્ષ અંગ્રેજોના અત્યાચારનું પ્રતિક છે. તેમના મતે, આ વૃક્ષ બતાવે છે કે, જો કોઈ તે સમયે બ્રિટિશ સરકારની વિરુદ્ધ જવાનો પ્રયાસ કરતું હશે, તો તેને સમાન અત્યાચારનો સામનો કરવો પડતો હશે.
આ પણ વાંચો…Video: માલિકે પોતાના પ્રિય શ્વાન માટે ખરીદી 14 લાખની સૂટકેસ! લોકોએ કહ્યું: લક્ઝરી લાઈફ…