ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ISRO કરવા જઈ રહ્યું છે ઐતિહાસિક લોન્ચિંગ, જાણો શા માટે મહત્ત્વનું છે Proba-03 Mission

Text To Speech
  • PSLV-XL રોકેટ દ્વારા યુરોપિયન સ્પેસ એજન્સીના Proba-03 સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે

નવી દિલ્હી, 28 નવેમ્બર: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ આજે ગુરુવારે મોટી જાહેરાત કરી છે. 4 ડિસેમ્બરના રોજ સાંજે 4:08 વાગ્યે ISRO તેના PSLV-XL રોકેટથી યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના Proba-03 સેટેલાઇટને લોન્ચ કરશે. આ સેટેલાઇટ 600 X 60,500 કિલોમીટરની લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીનું ચક્કર લગાવશે. લોન્ચિંગ PSLV-XL રોકેટથી કરવામાં આવશે.

 

સેટેલાઇટ લોન્ચિંગનો મુખ્ય ઉદ્દેશ્ય સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવાનો અને એકસાથે અનેક ઉપગ્રહો લોન્ચ કરવાની નવી ટેક્નોલોજીનું પ્રદર્શન કરવાનો છે. આ સેટેલાઇટ સૂર્યની આસપાસના વાતાવરણનો અભ્યાસ કરશે. સૂર્યની આસપાસ ખૂબ જ ઝાંખું પરંતુ ખૂબ મોટું સ્તર છે. જે નરી આંખે જોવાનું શક્ય નથી. આ ઉપગ્રહ તેને સમજવામાં મદદ કરશે.

ઉપરના ટ્વિટમાં દર્શાવેલી તસ્વીરમાં, તમે સૂર્યની ઉપર એક ડાર્ક સર્કલ જોઈ રહ્યા હશો. Proba-03 મિશન આ ડાર્ક સર્કલનો અભ્યાસ કરશે. ખરેખર અહીં બે પ્રકારના કોરોના છે. જેનો અભ્યાસ અનેક સેટેલાઈટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાઈ કોરોના અને લો કોરોના. પરંતુ Proba-03 તેમની વચ્ચેના અંતર એટલે કે કાળા ભાગનો અભ્યાસ કરશે. પ્રોબા-03માં સ્થાપિત ASPICS ઇન્સ્ટ્રુમેન્ટને કારણે આ બ્લેક ગેપનો અભ્યાસ સરળ બનશે. તે સૌર પવનો અને કોરોનલ માસ ઇજેક્શનનો પણ અભ્યાસ કરશે.

 

આ સેટેલાઈટના કારણે વિજ્ઞાનીઓ સ્પેસ વેધર અને સોલાર વિન્ડ્સનો અભ્યાસ કરી શકશે. જેથી જાણી શકાશે કે, સૂર્યના ડાયનેમિક્સ શું છે. તેની આપણી પૃથ્વી પર શું અસર થાય છે? આ ઉપગ્રહના બે ભાગ છે. પહેલું ઓક્યુલેટર અને બીજું કોરોનાગ્રાફ સ્પેસક્રાફ્ટ. બંનેનું કામ અલગ-અલગ હશે. પણ એકબીજા સાથે જોડાયેલા રહેશે.

Back to top button