ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્વાસ્થ્ય મંત્રાલય 50 થી 85 વર્ષના નાગરિકોને ફ્રી સ્વાસ્થ્ય વીમો આપશે? જાણો દાવાની હકીકત

Text To Speech

PIB Fact Check: સોશિયલ મીડિયા પર કોઈને કોઈ દાવા, ન્યૂઝ, વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાંથી ઘણા ભ્રામક હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક લિંક શેર કરવામાં આવી રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 50 થી 85 વર્ષની વય જૂથના વરિષ્ઠ નાગરિકોને મફત આરોગ્ય વીમો આપવાની જાહેરાત કરી છે. આ વીમો મેળવવા માટે વપરાશકર્તાને લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું કે, વાયરલ લિંક વિશે કરવામાં આવેલો દાવો ખોટો છે. વાયરલ લિંક ફિશિંગ લિંક છે. તેને છેતરપિંડીના હેતુથી શેર કરવામાં આવી રહી છે. સાયબર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આવી લિંક્સ પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત માહિતી શેર કરવી જોખમી સાબિત થઈ શકે છે. હેકર્સ વપરાશકર્તાઓના બેંક ખાતાઓ ખાલી કરી શકે છે અને તેમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

વાયરલ થઈ રહેલા સ્ક્રીન શોટ મુજબ “મહત્વપૂર્ણ સમાચાર, એપ્રિલ, 2024 થી, ભારત સરકારનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય 50 થી 85 વર્ષની વયના વરિષ્ઠ નાગરિકોને મફત આરોગ્ય વીમો આપશે! હવે વિગતો જુઓ.”

જેના પર પીઆઈબી ફેક્ટ ચેકે લખ્યું, આ દોવો બોગસ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સત્તાવાર માહિતી માટે સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટની મુલાકાત લો.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી [email protected] પર મેઈલ કરી શકો છો.

આ પણ વાંચોઃ ઉત્તર ક્રિયામાં જમવું પાપ છે? ગરુડ પુરાણ અને ગીતામાં શું લખ્યું છે?

Back to top button