દિલ્હીમાં EDની ટીમ પર હુમલો, સાયબર ફ્રોડના કેસમાં અધિકારીઓએ પાડ્યા હતા દરોડા
- દરોડા પાડવા ગયેલી EDની ટીમ પર આરોપીઓએ જ કર્યો હુમલો
નવી દિલ્હી, 28 નવેમ્બર: દિલ્હીમાં આજે ગુરુવારે EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. EDના અધિકારીઓ બિજવાસન વિસ્તારમાં સાયબર ફ્રોડ સંબંધિત કેસમાં દરોડો પાડવા માટે ગયા હતા. મળતી માહિતી મુજબ, આરોપીઓએ ટીમના સભ્યો પર હુમલો કર્યો હતો. જોકે, કોઈને ગંભીર ઈજા થઈ નથી. EDની ટીમ PPPYL સાયબર એપ ફ્રોડ કેસના સંબંધમાં અશોક શર્મા અને તેના ભાઈના ઠેકાણા પર દરોડા પાડવા ગઈ હતી. આ મામલે FIR નોંધવામાં આવી છે અને મામલો હવે નિયંત્રણમાં છે.
An Enforcement Directorate team (ED) was attacked in Delhi’s Bijwasan area while conducting raids. Five people were there and one of them ran away. The premises are secured andan FIR is being filed. One Additional Director of ED was injured in the incident.
(Source: Enforcement… pic.twitter.com/VdzASrd7J6
— ANI (@ANI) November 28, 2024
ED સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ PPPYL સાયબર એપ ફ્રોડ કેસની તપાસમાં ગુનેગારો પર દરોડા પાડવા ગયા હતા. આ દરમિયાન સાયબર ગુનેગારો અશોક શર્મા અને તેના ભાઈએ ટીમના સભ્યો પર હુમલો કરી દીધો હતો. FIR મુજબ, જ્યારે અધિકારીઓ દરોડા પાડી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
ગુનેગારો સામે ઘણા કેસ નોંધાયેલા
EDના સૂત્રો મુજબ, જે કેસમાં EDની ટીમ દરોડા માટે પહોંચી હતી, તેમાં દેશભરમાં ફિશિંગ કૌભાંડ, QR કોડ છેતરપિંડી, પાર્ટ ટાઈમ જોબ કૌભાંડ જેવા હજારો સાયબર ગુનાઓ નોંધાયા છે. i4C અને FIU-INDની મદદથી, હજારો નોંધાયેલા ગુનાના કેસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ગુનાની રકમ 15,000 જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર થતી હોવાનું જાણવા મળ્યું હતું. પછી ડેબિટ/ક્રેડિટ કાર્ડ મેળવવામાં આવ્યા.
ક્રિપ્ટોકરન્સીની ખરીદી કરવામાં આવી!
એજન્સીના સૂત્રોનું કહેવું છે કે, આ કાર્ડનો ઉપયોગ કરીને UAE સ્થિત Pyypl પેમેન્ટ એગ્રીગેટર પર વર્ચ્યુઅલ ખાતાઓને ટોપ અપ કરવા માટે પૈસા મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ભંડોળનો ઉપયોગ Pyypl પાસેથી ક્રિપ્ટો-ચલણ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. આખું નેટવર્ક એક શંકાસ્પદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. ઉદાહરણ તરીકે, આજે EDએ HIU દ્વારા આ રેકેટમાં સંડોવાયેલા ટોચના CAની તપાસ કરી છે અને આગળની તપાસ ચાલુ છે.
ED પર હુમલા અંગે દિલ્હી પોલીસે શું કહ્યું?
સાઉથ વેસ્ટ DCPએ કહ્યું કે, બિજવાસન વિસ્તારમાં ED ટીમ સાથે ઝપાઝપી થવાની માહિતી મળી છે. SHO કાપસહેડા તેમના સ્ટાફ સાથે બિજવાસનમાં તે સ્થળે પહોંચ્યા હતા, જ્યાં AD સૂરજ યાદવના નેતૃત્વમાં EDની ટીમે દરોડો પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, અશોક કુમાર (CA) નામનો વ્યક્તિ આ જગ્યાનો માલિક છે. EDની ટીમે મની લોન્ડરિંગ કેસમાં દરોડા પાડ્યા હતા. CRPFની બે મહિલા અધિકારીઓ પણ તેમની સાથે હતી. બાદમાં તેમણે CRPFના એક પુરૂષ જવાનને પણ સ્થળ પર બોલાવ્યો હતો. અશોક કુમારના સંબંધી યશની ધરપકડ કરવામાં આવી છે અને કેસ નોંધવામાં આવી રહ્યો છે.”
આ પણ જૂઓ: PM મોદીની હત્યાનું કાવતરું ઘડાઈ રહ્યું છેઃ નનામો ફોન આવ્યો અને…