ગુજરાતટ્રેન્ડિંગ

પ્રધાનમંત્રી સૂર્યઘર સોલર સ્કીમમાં ગુજરાત તમામ રાજ્યોમાં નંબર વન

Text To Speech
  • બીજા ક્રમે મહારાષ્ટ્ર, ત્રીજા ક્રમે રાજસ્થાન, ચોથા ક્રમે કેરાલા અને પાંચમા ક્રમે તામિલનાડુ
  • પેનલ લગાવવા માટે ૭૮૦૦૦ રુપિયાની સબસિડી આપવામાં આવે છે
  • આઠ મહિનામાં ૨.૨૪ લાખ ઘરો પર ૮૩૪ મેગાવોટ ક્ષમતાની સોલર પેનલો લાગી

પ્રધાનમંત્રી સૂર્યઘર સોલર સ્કીમમાં ગુજરાત તમામ રાજ્યોમાં નંબર વન છે. જેમાં ગુજરાતમાં છેલ્લા આઠ મહિનામાં ૨.૨૪ લાખ ઘરો પર ૮૩૪ મેગાવોટ ક્ષમતાની સોલર પેનલો લાગી છે. તેમજ બીજા ક્રમે મહારાષ્ટ્ર, ત્રીજા ક્રમે રાજસ્થાન, ચોથા ક્રમે કેરાલા અને પાંચમા ક્રમે તામિલનાડુ છે.

આઠ મહિનામાં ૨.૨૪ લાખ ઘરો પર ૮૩૪ મેગાવોટ ક્ષમતાની સોલર પેનલો લાગી

ઘરો પર સોલર પેનલો લગાવવા માટે ફેબુ્રઆરી મહિનામાં લોન્ચ કરાયેલી પીએમ સૂર્યઘર યોજનામાં ગુજરાતમાં છેલ્લા આઠ મહિનામાં ૨.૨૪ લાખ ઘરો પર ૮૩૪ મેગાવોટ ક્ષમતાની સોલર પેનલો લાગી છે. જેમાં વડોદરા સહિત મધ્ય ગુજરાતના ૩૫૦૦૦ ઘરોનો પણ સમાવેશ થાય છે. મળતી વિગતો પ્રમાણે પીએમ સૂર્યઘર સોલર સ્કીમમાં ગુજરાત તમામ રાજ્યોમાં નંબર વન રહ્યું છે. બીજા ક્રમે મહારાષ્ટ્ર, ત્રીજા ક્રમે રાજસ્થાન, ચોથા ક્રમે કેરાલા અને પાંચમા ક્રમે તામિલનાડુ છે.

પેનલ લગાવવા માટે ૭૮૦૦૦ રુપિયાની સબસિડી આપવામાં આવે છે

પીએમ સૂર્ય ઘર યોજનામાં ૨ કિલોવોટ સુધીની ક્ષમતાની સોલર પેનલો લગાવવા માટે ૩૦૦૦૦ રુપિયા, ૩ કિલોવોટ સુધીની ક્ષમતાની સોલર પેનલ લગાવવા માટે ૪૮૦૦૦ રુપિયા તેમજ ત્રણ કિલોવોટ કે તેથી ઉપરની પેનલ લગાવવા માટે ૭૮૦૦૦ રુપિયાની સબસિડી આપવામાં આવે છે. આ યોજના લોન્ચ થયા બાદ ગુજરાતમાંથી લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ પૈકી ૩.૧૪ લાખ લોકોએ યોજના માટે અરજી કરેલી છે. જેમાંથી ૨.૨૫ લાખ ઘરો પર સોલર પેનલો લાગી ચૂકી છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ૧૨ લાખ પૈકી ૧.૯૦ લાખ રજિસ્ટ્રેશન મધ્ય ગુજરાતમાંથી થયા હતા અને તેમાંથી ૫૩૦૦૦ લોકોએ સોલર પેનલો લગાવવા અરજી કરી હતી. આ પૈકી ૩૫૦૦૦ ઘરો પર પેનલો લગાવવામાં આવી છે.

આ પણ વાંચો: નવસારી સુરત સ્ટેટ હાઇવે નં-6 પર ગોઝારો અકસ્માત સર્જાયો, 3 યુવાનોએ જીવ ગુમાવ્યો

Back to top button