ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

Video: માલિકે પોતાના પ્રિય શ્વાન માટે ખરીદી 14 લાખની સૂટકેસ! લોકોએ કહ્યું: લક્ઝરી લાઈફ…

  • લક્ઝરી સૂટકેસ સાથે જોડાયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

HD ન્યૂઝ ડેસ્ક, 28 નવેમ્બર: ઈન્ટરનેટ પર હાલ એક સમાચાર વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે, જેના વિશે જાણીને સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી ગયા. હકીકતમાં વાત આ પ્રમાણે છે…શું કોઈ તેના શ્વાન માટે 14 લાખ રૂપિયાની સૂટકેસ ખરીદી શકે છે? એક સામાન્ય માણસ સામાન્ય સૂટકેસ ખરીદતા પહેલા બે વાર વિચારે છે, ત્યારે એક વ્યક્તિએ પોતાના પાલતુ શ્વાન માટે એવી લક્ઝરી સૂટકેસ ખરીદી કે જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા. લોકો એમ કહી રહ્યા છે કે, આ શ્વાન જ સાચું જીવન જીવી રહ્યો છે. આ લક્ઝરી સૂટકેસ સાથે જોડાયેલો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જૂઓ આ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Ace (@acerogersceo)


શ્વાન માટે 14 લાખની સૂટકેસ, જાણો શું છે ખાસ

પોતાના શ્વાન માટે 14 લાખ રૂપિયાની સૂટકેસ ખરીદનાર આ વ્યક્તિનું નામ અજય ઠાકોર હોવાનું કહેવાય છે, જે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે, જેણે પોતાના પાલતુ શ્વાન માટે વિશ્વની સૌથી મોંઘી સૂટકેસ ખરીદી છે. આ સૂટકેસની કિંમત 14 લાખ રૂપિયા છે. લૂઈસ વીટન કંપનીની આ સૂટકેસ હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બની છે, જેના પર દરેકની નજર છે. મહત્ત્વપૂર્ણ છે કે, લૂઈસ વીટને આ સૂટકેસનું નામ ‘બોન ટ્રંક’ રાખ્યું છે, કારણ કે તે હાડકાના આકાર જેવુ છે. જોઈ શકાય છે કે, તેમાં બે બાઉલ સાથે લાકડાની ટ્રે રાખવામાં આવી છે. આ સૂટકેસની ખાસિયત એ છે કે, તેમાં શ્વાન માટે ખાસ જગ્યા બનાવવામાં આવી છે, જેથી તે આરામથી બેસી શકે. મહત્ત્વપૂર્ણ છે કે, આ સૂટકેસ ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીથી બનેલી છે, જેમાં કસ્ટમાઇઝેશનનો વિકલ્પ પણ છે.

લોકો તરફથી મિશ્ર પ્રતિક્રિયા

હવે સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે મજાકમાં લખ્યું કે, “અમારા આખા પરિવાર પાસે આ શ્વાન જેટલી લક્ઝરી નથી.” અન્ય એક યુઝરે લખ્યું કે, “આ રિયલ લાઈફ હીરો છે.” કોઈ શ્વાનના માલિકની આ સ્ટાઈલના વખાણ કરી રહ્યું છે, તો કોઈ તેના પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યું છે, એક યુઝરે લખ્યું કે, “આ શ્વાન કરોડો લોકો કરતા વધુ સારી જિંદગી જીવી રહ્યો છે.” જ્યારે બીજાએ લખ્યું કે, “14 લાખ રૂપિયાની સૂટકેસ? તેના માલિકને રોયલ્ટી એવોર્ડ મળવો જોઈએ.” કેટલાક લોકો તેને પ્રેમ અને લક્ઝરીનું પ્રતિક માની રહ્યા છે, તો ઘણા લોકો તેને પૈસા વેડફવાનો રસ્તો ગણાવી રહ્યા છે.

આ પણ જૂઓ: મુસાફરે લાત મારીને પ્લેનની સીટ તોડી નાખી! એરલાઈન્સે બોલાવી પોલીસ, જૂઓ વીડિયો

Back to top button