ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ? મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની મીટિંગ

Text To Speech

નવી દિલ્હી, તા. 28 નવેમ્બર, 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ રાજ્યમાં મુખ્યમંત્રી પદને લઈને ચર્ચા ચાલી રહી છે. મહાયુતિના ટોચના નેતાઓ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવાના છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. જોકે, ભાજપ મુખ્યમંત્રી પદ જાળવી રાખશે કે શિવસેનાના એકનાથ શિંદેને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવશે તે અંગે હજુ પણ શંકા છે.

ભાજપના સીએમ પદના દાવા પાછળનું કારણ શું છે?

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધને કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને હરાવ્યું હતું. જોકે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ત્યારથી ભાજપના ઘણા નેતાઓ મુખ્યમંત્રી પદ પાર્ટી પાસે જ રાખવાની માંગ કરી રહ્યા છે.

મુંબઈમાં પણ બેઠક

એક તરફ એનસીપી નેતા પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી તો એનસીપી નેતા છગન ભુજબળ અને ગિરીશ મહાજને મુંબઈમાં ફડણવીસ સાથે મુલાકાત કરી. આ દરમિયાન સીએમની ખુરશીથી લઈ મંત્રાલય સુધીનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાના અહેવાલ છે. સૂત્રો મુજબ મહાયુતિ સરકારમાં બીજેપીના 20, શિવસેનાના 12 અને અજિત પવારની એનસીપીના 10 મંત્રી  હોઈ શકે છે. જોકે ડેપ્યુટી સીએમ કોણ બનશે તેને લઈ હજુ સસ્પેન્સ છે.

મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામ

નવેમ્બર 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ 200થી વધુ બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભાજપને સર્વાધિક 132, શિવસેનાને 57, અજિત પવારની એનસીપીને 41 બેઠક મળી હતી. જ્યારે મહાવિકાસ અઘાડીમાંથી શિવસેના (યુબીટી)ને 20, કોંગ્રેસને 16, એનસીપી (શરદ પવાર)ને 10, એસપીને 10 તથા અન્યને 10 બેઠક મળી હતી.

આ પણ વાંચોઃ  પ્રિયંકા ગાંધી આજે સાંસદ તરીકેના શપથ લેશે, ગૃહમાં પ્રથમ વખત સાથે જોવા મળશે ગાંધી પરિવારના ત્રણ સભ્યો

Back to top button