Winter Skin Care: ડ્રાય સ્કિનથી બચવા ઘરે બનાવો એલોવેરા બોડી લોશન
- શિયાળો આવે એટલે લોકો ડ્રાય સ્કિનથી બચવા માટેના નુસખા શોધતા હોય છે, તમે ઘરે એલોવેરા, કોકોનટ ઓઈલ અને આલમંડ ઓઈલની મદદથી અફલાતૂન લોશન બનાવી શકો છો
HD ન્યુઝ ડેસ્કઃ સુંદર દેખાવા માટે સૌથી જરૂરી છે કે તમારી ત્વચા ચમકદાર અને મુલાયમ દેખાય. જો કે શિયાળા દરમિયાન સારી ત્વચા મેળવવી થોડી મુશ્કેલ છે, કારણ કે આ સમય દરમિયાન હવામાં ભેજ એટલો ઓછો હોય છે કે ત્વચા ડ્રાય થવા લાગે છે. મોટાભાગના લોકો પોતાની ત્વચાને કોમળ રાખવા માટે અનેક મોંઘા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. જેની અસર ત્વચા પર થોડા સમય માટે રહે છે. જો તમે તમારી ત્વચાને મુલાયમ રાખવા માંગતા હોવ તો કુદરતી બોડી લોશનનો ઉપયોગ કરો. બજારમાં મળતા બોડી લોશનનો ઉપયોગ કરવાના બદલે તમે ઘરે બનાવેલા નેચરલ બોડી લોશનનો ઉપયોગ કરી શકો છો. જુઓ ઘરે બોડી લોશન બનાવવાની રીત
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
બોડી લોશન બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ નાળિયેર તેલ
- 1 કપ બદામ તેલ
- 1 મોટું એલોવેરા પાન
- લવંડર ઓઈલના થોડા ટીપાં
- લોબાન ઓઈલના થોડા ટીપાં
એલોવેરા બોડી લોશન કેવી રીતે બનાવવું?
ત્વચાને કોમળ બનાવવા માટે એલોવેરા બોડી લોશન તૈયાર કરો. આ માટે સૌથી પહેલા એલોવેરાને કાપીને સાફ કરો. ત્યારબાદ એલોવેરાના કાંટા અને છાલ પણ કાઢી લો. પછી તેની અંદરની જેલ અલગ કરી લો. પછી આ જેલમાંથી ગંદકી સાફ કરવા માટે તેને વહેતા પાણીમાં ધોઈ લો. ત્યારબાદ વધારાનું પાણી ટિશ્યુ પેપરથી કાઢી લો. હવે જેલને સારી રીતે બ્લેન્ડ કરો. હવે એલોવેરા જેલને બદામ તેલ અને નારિયેળ તેલમાં સારી રીતે મિક્સ કરો. આ માટે તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે લોશનમાં હળવી અને માખણ જેવી કંસિસ્ટન્સી આવી જાય ત્યારે તેમાં લવંડર અને લોબાનનું તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને એર ટાઈટ કન્ટેનરમાં રાખી દો. બોડી લોશન તૈયાર છે. તમે તેને 15-20 દિવસ માટે ઠંડી જગ્યાએ આરામથી રાખી શકો છો. શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે સ્નાન કર્યા પછી તરત જ આ લોશન લગાવો.
આ પણ વાંચોઃ Honda Activa elecric લોન્ચ: સ્ટાઇલિશ લૂક અને અમેઝિંગ ફિચર્સ! જાણો શું છે ખાસ?