ઠંડીમાં પીનટ બટરનું સેવન કેમ છે ફાયદાકારક? જાણો તેના લાભ
- ઠંડીમાં પીનટ બટરનું સેવન તમને અઢળક આરોગ્ય લાભો આપશે. શિયાળામાં જે પોષણ અને એનર્જીની જરૂર હોય છે, તે પીનટ બટર પુર્ણ કરશે
HD ન્યુઝ ડેસ્કઃ શિયાળામાં શરીરને વધુ એનર્જી અને પોષણની જરૂર હોય છે અને પીનટ બટર આ જરૂરિયાતને પૂરી કરવામાં મદદ કરે છે. પીનટ બટર માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે આપણા આરોગ્યને ઘણા ફાયદા પણ આપે છે. જો તમે શિયાળામાં પીનટ બટરનું સેવન કરો છો, તો તમે તેના અદ્ભુત લાભનો અનુભવ કરી શકો છો. ચાલો જાણીએ શિયાળામાં પીનટ બટર ખાવાના શું હોય છે ફાયદા.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
શરીરને પ્રોટીન અને કેલરી આપે છે
શિયાળામાં શરીરને વધુ એનર્જીની જરૂર પડે છે. પીનટ બટરમાં પ્રોટીન અને કેલરી વધુ માત્રામાં હોય છે, જે શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. પીનટ બટરની એક નાની ચમચી પેટ તો ભરેલું રાખે જ છે, પરંતુ આખા દિવસના કામકાજ માટે જરૂરી એનર્જી પણ પૂરી પાડે છે.
શરદી અને ઉધરસથી બચી શકાય છે
શિયાળામાં હવામાનમાં ફેરફારને કારણે ચેપ, શરદી, ઉધરસ અને ફ્લૂ જેવી સમસ્યાઓ ઘણી વખત વધી જાય છે. પીનટ બટરમાં વિટામિન ઈ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે રોગપ્રતિકારક શક્તિને સુધારવામાં મદદ કરે છે.
ત્વચાને મોઇશ્ચરાઈઝ કરે છે
શિયાળામાં સ્કીન ફાટવાની અને ડ્રાય થવાની સમસ્યા થતી હોય છે. પીનટ બટરમાં હાજર હેલ્ધી ફેટ્સ અને વિટામિન ઈ ત્વચાને ભેજ પ્રદાન કરે છે. તે ત્વચાને કોમળ રાખે છે. ઉપરાંત, તે ત્વચાને ઠંડા પવનોથી બચાવવામાં મદદ કરે છે અને તેને હાઈડ્રેટેડ રાખે છે.
વજન ઘટાડવામાં ફાયદાકારક
શિયાળામાં ઘણીવાર ભૂખ વધે છે અને લોકો નાસ્તા તરફ વધુ આકર્ષાય છે. પીનટ બટરમાં પ્રોટીન અને ફાઈબર વધુ માત્રામાં હોય છે, જે લાંબા સમય સુધી ભૂખને દૂર રાખે છે. જો તમે યોગ્ય માત્રામાં પીનટ બટરનું સેવન કરો છો, તો તે વધારાની કેલરી લેવાથી બચવામાં તમારી મદદ કરે છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
પાચન સુધારે છે
પીનટ બટરમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને હેલ્ધી રાખે છે. તે કબજિયાત, એસિડિટી અને અન્ય પાચન સમસ્યાઓથી બચાવે છે. શિયાળામાં પાચનતંત્ર પર દબાણ વધી શકે છે, પરંતુ પીનટ બટરનું સેવન પાચનક્રિયાને સરળ બનાવે છે અને પેટને હલકું લાગે છે.
આ પણ વાંચોઃ રાતની આ પાંચ ભૂલો ઝડપથી વધારશે બ્લડ સુગર લેવલ, ડાયાબિટીસના દર્દીઓ સાવધાન