ટ્રેન્ડિંગમનોરંજન

નાગા ચૈતન્ય બાદ નાગાર્જુનના નાના પુત્ર અખિલ અક્કિનેનીએ સગાઈ કરી, જાણો કોણ છે જૈનબ રાવજી?

  • મોટા ભાઈ નાગા ચૈતન્યના લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, તે સમયગાળામાં અખિલ અક્કિનેનીએ સગાઈ કરી લેતા ચાહકોની ખુશીમાં વધારો થયો છે

27 નવેમ્બર, ચેન્નઈઃ સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પરિવારમાં હાલમાં ખુશીનો માહોલ છે . તેનો મોટો પુત્ર અને અભિનેતા નાગા ચૈતન્ય ટૂંક સમયમાં અભિનેત્રી શોભિતા ધુલીપાલા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પરિવારમાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન તેમના ઘરે વધુ એક સારા સમાચાર આવ્યા છે. અભિનેતાના નાના પુત્ર અને અભિનેતા અખિલ અક્કિનેનીએ પણ તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. અભિનેતાએ તસવીરો શેર કરીને સગાઈની જાહેરાત કરી છે. ત્યારબાદ ફેન્સ ખૂબ જ ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by Akhil Akkineni (@akkineniakhil)

અખિલ અક્કિનેનીએ સગાઈની તસવીરો શેર કરી

અખિલ અક્કિનેનીએ જેની સાથે સગાઈ કરી છે તે ઝૈનબ રાવજી છે. બંને છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 26 નવેમ્બર તેમની સગાઈની જાહેરાત કરતી વખતે, કપલે સુંદર તસવીરો પોસ્ટ કરી હતી. અખિલે તેની મંગેતર ઝૈનબ સાથેનો એક રોમેન્ટિક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં બંને એકબીજાના હાથ પકડીને એકબીજા સાથે પોઝ આપી રહ્યાં છે

અખિલ અક્કીનેનીએ તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, મને મારો જીવનસાથી મળી ગયો છે. ઝૈનબ રાવજી અને મેં ખુશી-ખુશી સગાઈ કરી લીધી છે, તે જાહેર કરતાં મને ઘણો આનંદ થાય છે. તસ્વીરોમાં કપલ એકબીજા સાથે મેળ ખાતા સફેદ આઉટફિટમાં જોવા મળે છે. ઝૈનબ સફેદ ગાઉનમાં છે, ત્યારે અખિલ પણ સફેદ શર્ટ અને પેન્ટના કો-ઓર્ડ સેટ આઉટફિટમાં જોવા મળે છે.

આ તસવીરો સામે આવતા જ ચાહકોની ખુશી બેવડાઈ ગઈ છે. ચાહકો તેને ઘણી કોમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. અભિનેતા નાગાર્જુને પણ નાની વહુનું પરિવારમાં સ્વાગત કર્યું છે. ટ્વિટર પર પુત્ર અખિલની સગાઈની જાહેરાત કરતા અભિનેતાએ લખ્યું છે કે, અમે ઝૈનબનું અમારા પરિવારમાં સ્વાગત કરીને ખૂબ જ ખુશ છીએ. આ યુવાન દંપતિને અભિનંદન આપવા અમારી સાથે જોડાઓ અને તેમને પ્રેમ, ખુશી અને આશીર્વાદ સાથે તેમના નવા જીવન માટે શુભેચ્છા પાઠવો.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

કોણ છે ઝૈનબ રાવજી?

ઝૈનબ રાવદજી વ્યવસાયે એક કલાકાર છે. ખાસ કરીને તે પેઈન્ટિંગ અને આર્ટ કલ્ચરની દુનિયા સાથે સંકળાયેલી છે. તેના આર્ટ ફોર્મ્સ અને પેઈન્ટિંગ્સને ઘણા પ્રદર્શનોમાં સામેલ કરવામાં આવ્યા છે. તે ઉદ્યોગપતિ ઝુલ્ફી રાવજીની પુત્રી છે. ઝૈનબના ભાઈ ઝૈન રાવજી ZR રિન્યુએબલ એનર્જી પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. ઝૈનબનું જીવન ભારતથી લઈને દુબઈ અને લંડનમાં વીત્યું છે. રિપોર્ટ્સ અનુસાર ઝૈનબ 38 વર્ષની છે અને અખિલ 30 વર્ષનો છે. બંનેની ઉંમરમાં 8 વર્ષનો તફાવત છે.

આ પણ વાંચોઃ Naga Chaitanya-Sobhita Wedding: સોનાના તારની બનેલી સાડી પહેરશે શોભિતા, 8 કલાક ચાલશે વિધિ

Back to top button