ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા પર લાગ્યો દુષ્કર્મનો આરોપ, જાણો રાજકોટની યુવતીનો દાવો..
રાજકોટ, 27 નવેમ્બર, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશના જાણીતા ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારી વિરૂદ્ધ દુષ્કર્મનો આરોપ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની યુવતીએ દાવો કર્યો છે કે ચેતેશ્વર પુજારાના સાળાએ પહેલાં મારી સાથે સગાઈ કરી અને સગાઈ બાદ અનેકવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતાં. બાદમાં કારણ વિના સગાઈ તોડી દીધી હતી. જેથી રાજકોટની યુવતીએ પોલીસ સ્ટેશન પર લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ લગાવ્યો છે.
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારી વિરૂદ્ધ દુષ્કર્મના આરોપ લાગ્યા છે. રાજકોટની યુવતીનો દાવો કરતાં જણાવ્યું હતું કે ચેતેશ્વર પુજારાના સાળાએ પહેલાં મારી સાથે સગાઈ કરી અને સગાઈ બાદ અનેકવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતાં. બાદમાં કારણ વિના સગાઈ તોડી નાખી હતી આખરે ભોગ બનનાર યુવતીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જીત પાબારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જાણો શું છે સમગ્ર મામલો?
યુવતી કહ્યું કે, મારી સાથે ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સાથે સગાઈ કરાવવામાં આવી હતી. દોઢ વર્ષથી લગ્ન માટે ચેતેશ્વર પૂજારા માટે રાહ જોવાનું કહી રહ્યા હતાં. જીત પાબારી મારા સંપર્કમાં 23 જૂન 2014ના દિવસે આવ્યો હતો. 2021માં અમારા ગોળધાણા થયા હતાં અને 2022માં અમારી સગાઈ થઈ હતી, 2023માં લગ્નની વાત થઈ ગઈ હતી. તેમ છતાં ગત 13 નવેમ્બરે તારીખે તણે કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે. પીડિતાએ આરોપ લગાવતા કહ્યું કે, જીત પાબારીએ મને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે અને સગાઈ બાદ મને માર પણ માર્યો હતો.
પોલીસ ફરિયાદ લેતા ન હતા
પીડિતાએ ચેતેશ્વર પુજારા સામે પણ આરોપ લગાવ્યો છે. યુવતીએ ક્રિકેટર પર આરોપ લગાવતા કહ્યું કે, છેલ્લા સાત દિવસથી હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે ધક્કા ખાઈ રહી છું. પરંતુ, ચેતેશ્વર પુજારા સેલિબ્રિટી અને ક્રિકેટર હોવાના કારણે પોલીસ મારી ફરિયાદ નોંધતી નથી. તેમજ ચેતેશ્વર પૂજારા પણ મારા ઘરે આવી મારા દાદા-દાદીને પોલીસ ફરિયાદ ન કરવા બાબતે ધમકાવી ગયાં છે. પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસ મારી ફરિયાદ તો લેતી જ નથી, પરંતુ મીડિયા પાસે ન જવા માટે પણ મારી સામે દબાણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો..શું બજરંગ પૂનિયાનું કરિયર ખતમ થઈ જશે? 4 વર્ષ માટે પ્રતિબંધિત