ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

Video: લલિત મોદીનો ધડાકો, સોનિયા ગાંધીના ઘરેથી આ મુદ્દે આવ્યા હતા ધમકી ભર્યા કોલ

Text To Speech

નવી દિલ્હી, તા.27 નવેમ્બર, 2024: આઈપીએલના પૂર્વ ચેરમન લલિત મોદીએ એક પોડકાસ્ટમાં ગાંધી પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે આરોપ લગાવ્યો કે, તેને સુનંદા પુષ્કરને આઈપીએલમાં 25 ટકા હિસ્સો આપવાના દસ્તાવેજ પર સહી કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. આ માટે બીસીસીઆઈ પ્રમુખને સોનિયા ગાંધીના ઘરેથી ધમકીભર્યા ફોન આવ્યા હતા.

સુનંદા પુષ્કરનું નામ લઈ શું બોલ્યા લલિત મોદી?

જાણીતા યુટ્યુબર રાજ શામનીના પોડકાસ્ટમાં લલિત મોદીએ કહ્યું, ‘મને કોચી આઈપીએલ ટીમમાં શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરને 25% હિસ્સો આપવાના દસ્તાવેજો પર સહી કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો, જ્યારે તેમને ટીમ સાથે કોઈ લેવાદેવા નહોતી. આ માટે તેમને સોનિયા ગાંધીના ઘરેથી ધમકીભર્યા ફોન આવ્યા હતા.

પોડકાસ્ટ અનુસાર, જ્યારે લલિત મોદીએ સુનંદા પુષ્કરને શેરની ફાળવણી અંગે સવાલ ઉઠાવ્યો હતો અને સહી કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેમને કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનો ફોન આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી. લલિત મોદીના જણાવ્યા અનુસાર, શશિ થરૂરે તેમને ફોન કર્યો હતો અને ઈડીના દરોડા, આવકવેરા કાર્યવાહી અને જેલની ધમકી આપી હતી.

જ્યારે લલિત મોદીએ શશિ થરૂરની વાત સાંભળવાની ના પાડી ત્યારે બીસીસીઆઈના તત્કાલીન પ્રમુખ શશાંક મનોહરે લલિત મોદીને ફોન કરીને ડીલના દસ્તાવેજો પર સહી કરવાનું કહ્યું હતું. લલિત મોદીના જણાવ્યા અનુસાર, શશાંક શેખરને 10 જનપથ (સોનિયા ગાંધીના નિવાસસ્થાન) થી અનેક ફોન આવ્યા હતા એટલા માટે તેણે કહ્યું કે મારે આજની રાત સુધીમાં તેના પર સહી કરવી પડશે. જ્યારે મેં સહી કરવાની ના પાડી ત્યારે શશાંકે મને ધમકી આપી કે જો હું ના પાડીશ તો મને બરતરફ કરી દઈશ.

આ પછી લલિત મોદીએ કહ્યું કે જો તમે મને દબાણ કરી રહ્યા છો તો હું સહી કરવા તૈયાર છું. મેં સહી કરી છે. જ્યારે હું બીજી સવારે જાગ્યો ત્યારે દરેક અખબારમાં હેડલાઇન હતી કે શશિ થરૂર અને સુનંદા પુષ્કરના લગ્ન થઈ રહ્યા છે. મને નવાઈ લાગી. મને તેની જાણ પણ નહોતી. તે પોડકાસ્ટમાં લલિત મોદીએ આ વિગતવાર સમજાવ્યું છે. હવે ભાજપે લલિત મોદીના આ ઇન્ટરવ્યુને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે.

આ પણ વાંચોઃ ઝાંસી મેડિકલ કોલેજ આગકાંડના રિપોર્ટમાં શું થયો મોટો ખુલાસો? જાણો

Back to top button