ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં બાળકી પર પાડોશીએ દુષ્કર્મ કરી હત્યાનો પ્રયાસ કર્યો

Text To Speech
  • પાડોશી બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરની છત પર લઈ ગયો
  • બાળકીનું ગળુ દબાવી હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો
  • હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે

અમદાવાદમાં બાળકી પર પાડોશીએ દુષ્કર્મ કરી હત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં નિકોલ વિસ્તારમાં 7 વર્ષની બાળકી પર પાડોશી દ્વારા ધાબા પર બોલાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ સિવાય બાળકીનું ગળુ દબાવી હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બાળકીની બૂમો આસપાસના લોકોને સંભળાઈ જતાં લોકો ભેગા થયા

ઘટનામાં બાળકીની બૂમો આસપાસના લોકોને સંભળાઈ જતાં લોકો ભેગા થઈ ગયાં હતાં. લોકોને આવતા જોઈ આરોપી છાનામાના ઘરમાં જઈને સૂઈ જતાં બાળકીનો જીવ બચી ગયો. જેમાં નિકોલ વિસ્તારમાં પાડોશી 7 વર્ષની બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરની છત પર લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના વિશે બાળકી કોઈને જાણ કરે તે પહેલાં તેનું ગળું દબાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો. જોકે, બાળકીએ બૂમો પાડતા આજુબાજુના પાડોશીઓ ભેગા થઈ જતાં આરોપી ઘરમાં જઈને સૂઈ ગયો હતો.

હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે

સમગ્ર ઘટનાની જાણ થતાં લોકોએ બાળકીને સુરક્ષિત રીતે માતા-પિતાને સોંપી દીધી તેમજ આરોપીને માર મારી પોલીસને સોંપી દીધો હતો. આરોપીની ઓળખ અશોક રાજપૂત તરીકે થઈ છે. અમદાવાદમાં તે પરિવાર વિના એકલો જ રહે છે અને છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બાળકીને એકલી જોતા તેણે રમાડવાના બહાને દુષ્કર્મ આચરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો: જુનાગઢ: ગિરનાર પર્વતની આસપાસના જંગલ વિસ્તારના સર્વેક્ષણમાં થયો ચોંકાવનારો ખુલાસો

Back to top button