દિલજિત દોસાંજે પોતાની જિંદગીના ટેન્શનની વાત કહી; કહ્યું, ‘જણાવી નથી શકતો કે’
HD ન્યૂઝ ડેસ્ક, 27 નવેમ્બર 2024 : દિલજિત દોસાંજ બેક ટુ બેક કોન્સર્ટમાં બિઝિ છે. પૂણેમાં પોતાના શો દરમિયાન તેમણે દર્શકોને સારી શિખામણ આપી. દિલજિતે જણાવ્યું કે, ‘તેમના જીવનમાં બહુ મોટી મોટી મુશ્કેલીઓ આવે છે પરંતુ તેઓ યોગ કરે છે જેનાથી બધું આપમેળે જ થઈ જાય છે. દિલજિતે કહ્યું કે યોગ તમારી જર્નીને બેલેન્સ કરે છે. તેમણે જણાવ્યું કે યોગ કેવી રીતે જિંદગી પર પોઝિટીવ અસર નાખે છે.
લાઈફની સ્પીડ ડબલ થશે
દિલજિતે કહ્યું કે, ‘જ્યારે કોઈને કઈ મળી જાય છે તો લોકો કહે છે કે કોઈને જણાવવું ન જોઈએ. તે ઠીક છે પણ મને લાગે છે કે બધાનો સમય આવે છે. મને લાગે છે કે જો તમે યોગ કરો છો તો તમે જે પણ કામ કરતા હોય કે કોઈ ટેક કંપનીમાં કામ કરવા માંગતા હો, ભણતા હો કે કંઈ પણ કરવા માંગતા હો તેની સ્પીડ ડબલ થઈ જશે.
View this post on Instagram
હું કોઈ બાબા તો નથી
દિલજિત આગળ કહે છે કે, ‘યોગ એક્સરસાઈઝ નથી, યોગ સ્ટ્રેચિંગ નથી, યોગ તમારા અંદરની જર્ની છે અને તમારું એલાઈમેન્ટ ઠીક કરે છે જેમ તમે ગાડીનું એલાઈમેન્ટ ઠીક કરાવો છો. જો તમે એલાઈમેન્ટ નથી કરાવતા તો ગાડી વાંકી-ચૂંકી ચાલે છે. યોગ તમને અલાઈન કરે છે, તમારી જર્ની માટે. તેનાથી જ શરૂ થાય છે લાઈફ. હું કોઈ બાબા તો નથી જે તમને જણાવી રહ્યોં છુ સાચી વાત તો એ છે કે જો તમે યોગ કરો છો તો લાઈફમાં બધું જ મેળવી શકો છો. મુસીબત તો આવશે. મને તો આવા ટેન્શન રોજ આવે છે. હું જણાવી પણ નથી શકતો કે રોજ ક્યાં ક્યાં ટેન્શન આવે છે. જેટલું મોટું કામ એટલી મોટી ચિંતા પરંતુ બધું આપમેળે જ રસ્તો બનાવી નાખે છે. જેટલા પણ યુવાનો છે જો તમે ટ્રાય કરી શકો તો પ્લીઝ યોગ સ્ટાર્ટ કરો.
આ પણ વાંચો : જુનાગઢ: ગિરનાર પર્વતની આસપાસના જંગલ વિસ્તારના સર્વેક્ષણમાં થયો ચોંકાવનારો ખુલાસો