ઓફિસમાં ઝોકું ખાતા કર્મચારીને પાણીચું પકડાવવું કંપનીને 40 લાખમાં પડ્યું
બેઈજિંગ, તા.27 નવેમ્બર, 2024: ચીનમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કંપનીએ એક કર્મચારી ઓફિસમાં ઉંઘતો ઝડપાતા તેને નોકરીમાંથી કાઢી મુક્યો હતો. કર્મચારીએ કોર્ટમાં કેસ કરતાં જીતી ગયો હતો અને કંપનીને 40 લાખનું વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો હતો. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, ઓફિસમાં એક કર્મચારીને ઝોકું આવી ગયું હતું અને કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. કર્મચારીએ કંપની સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો અને કેસ જીત્યા પછી તરત જ તેને 40 લાખ રૂપિયાનું વળતર મળ્યું હતું.
ઝીરો ટોલરન્સ નીતિનું ઉલ્લંઘન
ઝાંગ નામનો વ્યક્તિ 20 વર્ષથી તાઈજિંગમાં એક કંપનીમાં કામ કરતો હતો. તે ઓફિસમાં ઉંઘતો સીસીટીવીમાં કેદ થયો હતો. મધરાત સુધી ઓફિસનું કામ કર્યા પછી ઝાંગ એક કલાક ઓફિસમાં સૂઈ ગયો હતો. તે જ સમયે, બે અઠવાડિયા પછી કંપનીના એચઆર વિભાગે ઝાંગની ઊંઘનું કારણ તેના થાકને સમજાવ્યું અને એક પેપર પર હસ્તાક્ષર કર્યા. મજૂર સંઘ સાથે પરામર્શ કર્યા પછી કંપનીએ ઝાંગને તેણે ઝીરો ટોલરન્સ નીતિનું ઉલ્લંઘન કર્યું છે તેમ કહીને નોકરીમાંથી કાઢી મુક્યો હતો.
કોર્ટે શું કહ્યું?
કંપનીએ તેની નોંધમાં લખ્યું હતું કે, “કોમરેડ ઝાંગ, તમે 2004 માં ઓફિસમાં જોડાયા હતા અને ઝીરો ટોલરન્સ પેપર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ તમે આ નીતિ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, તેથી કંપનીએ તમને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે”. જે બાદ ઝાંગ કંપની વિરુદ્ધ તાઇજિંગ કોર્ટમાં ગયા હતા. ન્યાયાધીશ ઝુ ક્યુએ જણાવ્યું હતું કે કંપની પાસે તેના પોતાના નિયમો લાગુ કરવાનો અધિકાર હોવા છતાં, આવા કેસમાં મોટું નુકસાન થાય તો જ તેણે કાર્યવાહી કરવી જોઈએ અને ઉમેર્યું કે ઝાંગની નિદ્રાથી કંપનીને મોટું નુકસાન થયું નથી. ન્યાયાધીશે ઝાંગની બે દાયકાની કામગીરી અને તેની વધતી વૃદ્ધિની તરફેણમાં ચુકાદો આપ્યો અને કંપનીને 40 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચોઃ કલમ 370, રામ મંદિરને લઈ શું પૂર્વ CJI ડીવાય ચંદ્રચૂડ પર કોઈ દબાણ હતું? જાણો શું કહ્યું