ગુજરાતટ્રેન્ડિંગ

જુનાગઢના PI સંદિપ પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

Text To Speech
  • હાલમાં રાજકોટ તાલુકા પોલીસે વિવિધ કલમ અંતગર્ત ગુનો દાખલ કર્યો
  • પાટીદાર સમાજના અગ્રણી જયંતિભાઈ પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી
  • જોકે હજુ સુધી PI સંદિપ પાદરીયાની ધરપકડ કરવાની બાકી છે

પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદાર ધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંદિપ પાદરીયાએ રસ્તામાં અટકાવી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા ભારે હોબાળો મચી ગયો છે. જોકે મામલો ગરમાતાં હાલમાં પીઆઇ સંદિપ પાદરીયા વિરૂદ્ધ હત્યાના પ્રયાસ ગુનો નોંધાયો છે. જોકે હજુ સુધી તેમની ધરપકડ કરવાની બાકી છે.

હાલમાં રાજકોટ તાલુકા પોલીસે વિવિધ કલમ અંતગર્ત ગુનો દાખલ કર્યો

આ સમગ્ર મામલે હાલમાં રાજકોટ તાલુકા પોલીસે વિવિધ કલમ અંતગર્ત ગુનો દાખલ કર્યો છે. પીઆઇ સંદિપ પાદરીયાએ જયંતિભાઇ સરધારાને અપશબ્દો કહીને લમણે પિસ્તોલ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભારતીય દંડ સંહિતાની કલમ 109 (1),115(2),118(1) 352, 351(3), તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ પીઆઇ સંદિપ પાદરીયા તેમના પર હુમલો કરતાં દેખાય છે. જોકે પોલીસે હજુ સુધી પીઆઇ પાદરીયાની ધરપકડ કરી નથી.

આ મામલે સામસામે એકબીજા પર આક્ષેપો થઇ રહ્યા છે

હુમલાના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા જયંતિભાઇ સરધારાએ ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે નરેશ પટેલના ઇશારે પીઆઇ પાદરીયા દ્વારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ખોડલ ધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે આ સમગ્ર મામલે નરેશ પટેલનું નામ જોડવું યોગ્ય નથી. આ મામલે સામસામે એકબીજા પર આક્ષેપો થઇ રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલના CEO સહિત 5 ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી

Back to top button