ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનથી શ્રીલંકાની ક્રિકેટ ટીમ સીરિઝ છોડી પરત ફરી

Text To Speech

લાહોર, તા.27 નવેમ્બર, 2024: પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે શ્રીલંકાની ક્રિકેટ ટીમે સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે. હવે ટીમ પાકિસ્તાન સામે ચાલી રહેલી વન-ડે શ્રેણીની છેલ્લી બે મેચ રમશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ આ વાતની પુષ્ટિ કરી છે. બોર્ડે કહ્યું કે શ્રીલંકા ક્રિકેટ સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાઈ રહી છે. પહેલી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 108 રનથી હરાવ્યું હતું. શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં સાત વિકેટે 306 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે યજમાન ટીમે શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી લીધી છે.

ટૂંક સમયમાં નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે

શ્રેણીની છેલ્લી બે મેચ બુધવાર અને શુક્રવારે રાવલપિંડીમાં રમાવાની હતી. જોકે, બંને બોર્ડે પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન વચ્ચે મેચ મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ઈઝરાયેલે લેબનોન યુદ્ધવિરામ પર સહમતિ વ્યક્ત કરી,  નેતન્યાહુએ આપ્યા 3 કારણ

 

Back to top button