ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

પમ્પકિન સીડ્સ વધુ પ્રમાણમાં ખાશો તો થશે નુકસાન, જાણો ક્યારે ખવાય?

Text To Speech
  • પમ્પકિન સીડ્સ હેલ્થ માટે બેસ્ટ છે, પરંતુ તેના ગેરફાયદા પણ જાણવા જરૂરી છે. તે ક્યારે અને કેટલી માત્રામાં ખાવા તે પણ જાણવું જરૂરી છે

HD ન્યુઝ ડેસ્કઃ પમ્પકિન સીડ્સ (કોળાના બીજ) હેલ્થને અચંબિત કરતા લાભ આપી શકે છે. તેમાં ફાઈબર, પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ સારી માત્રામાં હોય છે. તેમાં ઝિંક, આયર્ન, પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ, વિટામિન એ પણ હોય છે, જે એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. જો કે તેના ઘણા ફાયદા છે, પરંતુ કેટલાક ગેરફાયદા પણ છે જે જાણવા જરૂરી છે.

પાચન સમસ્યાઓ

વધુ પડતા કોળાના બીજ ખાવાથી પેટમાં દુખાવો થાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તેને ખાવાથી પેટનું ફૂલવું અને ગેસની સમસ્યા થઈ શકે છે. આ બીજમાં ફેટી ઓઈલ હોય છે, જે વધુ પડતું ખાવાથી ખેંચાણ અને દુખાવો થઈ શકે છે.

પમ્પકિન સીડ્સ વધુ પ્રમાણમાં ખાશો તો થશે નુકસાન, જાણો ક્યારે ખવાય? Hum dekhenge news

એલર્જી થઈ શકે છે

કોળાના બીજ ખાધા પછી કેટલાક લોકોને એલર્જીની સમસ્યા થઈ શકે છે. આ બીજ કેટલીક એલર્જીને ઉત્તેજિત કરી શકે છે, જેનાથી ગળામાં બળતરા, ઉધરસ અને માથાનો દુખાવો પણ થાય છે. તેને મર્યાદિત માત્રામાં ખાવું બેસ્ટ ગણાય છે.

વજન વધી શકે છે

દરેક વ્યક્તિએ મોટી માત્રામાં કોળાના બીજ ખાવાનું ટાળવું જોઈએ. આ બીજમાં કેલરી ભરપૂર માત્રામાં હોય છે અને જો તેને મોટી માત્રામાં ખાવામાં આવે તો વજન વધી શકે છે.

બીપીની તકલીફવાળા ન ખાય

કોળાના બીજમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને ઉત્તેજિત કરી શકે છે. આવી સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોએ તેને ખાવાનું ટાળવું જોઈએ.

દિવસના કયા સમયે કોળાના બીજ ખાવા જોઈએ?

કોળાના બીજ ઓછી માત્રામાં દિવસના કોઈપણ સમયે ખાઈ શકાય છે. જો તમે તેને સવારે ખાઓ છો તો તે તમારા દિવસની શરૂઆત કરવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નાસ્તામાં તે ખાવું સારું છે. વર્કઆઉટ પછી કોળાના બીજ ખાવા સારા છે. તેમાં પ્રોટીનની સારી માત્રા હોય છે અને તે માંસપેશીઓના ટિશ્યુને સુધારવા અને નિર્માણમાં મદદ કરી શકે છે.

આ પણ વાંચોઃ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે પાંચ હેલ્થ ડ્રિંક્સ, ઠંડીમાં દેખાશે અસર

Back to top button