1.2 લાખનો પગાર… એન્જીનીયર દુલ્હાએ સેલરી સ્લિપ બતાવી છતાં પણ ન માની દુલ્હન, પાછી ફરી જાન
- દુલ્હને દુલ્હાના ગળામાં માળા પહેરાવી, પરંતુ ફેરા ફરવાનો ઇનકાર કરી દીધો
ફર્રુખાબાદ, 26 નવેમ્બર: ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં લગ્નની જાન દુલ્હન વગર પરત ફરી હતી. દુલ્હને દુલ્હાના ગળામાં માળા પહેરાવી, પરંતુ ફેરા ફરવાનો ઇનકાર કરી દીધો. તેની પાછળનું કારણ એવું છે કે, જે જાણીને દરેકને આશ્ચર્ય થશે. હકીકતમાં, દુલ્હનને કહેવામાં આવ્યું હતું કે દુલ્હાને સરકારી નોકરી છે, પરંતુ દુલ્હો એક પ્રાઈવેટ એન્જિનિયર નીકળ્યો. જેની દુલ્હનને ખબર પડતાં જ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. બંને પક્ષના લોકોએ દુલ્હનને સમજાવ્યું અને વરરાજાની સેલેરી સ્લિપ પણ બતાવી, પરંતુ તે ન માની.
એક સરકારી કારકુનના પુત્રના લગ્નની જાન ફર્રુખાબાદ આવી હતી, જેનું ગેસ્ટ હાઉસમાં ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વરઘોડો ખૂબ જ ધામધૂમથી નીકળ્યો અને દ્વારચાર પછી વરમાળા વિધિ થઈ હતી. ત્યારબાદ અન્ય ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈએ વરરાજાના કામ વિશે પૂછ્યું અને હંગામો થઈ ગયો.
…કન્યા પક્ષના લોકોએ વરરાજાના કામ વિશે પૂછ્યું
સવારના ફેરા પહેલા, કન્યા પક્ષના લોકોએ છોકરાના પિતા પાસેથી દુલ્હાની નોકરી વિશે પૂછપરછ કરી અને તેમણે કહ્યું કે, તેમનો પુત્ર સિવિલ એન્જિનિયર છે. જ્યારે દુલ્હનને આ વિશે ખબર પડી તો તેણીએ કહ્યું કે, તેને કહેવામાં આવ્યું હતું કે તેને સરકારી નોકરી છે. તે પ્રાઈવેટ નોકરીવાળા કોઈની સાથે લગ્ન નહીં કરે. આ સાંભળીને બંને પક્ષના લોકો અવાચક થઈ ગયા અને દુલ્હનને સમજાવવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ કન્યાએ કોઈની વાત ન માની. દરમિયાન સોસાયટીના લોકો એકઠા થઈ ગયા અને બંને પક્ષોને લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા.
લગ્નની જાન દુલ્હન વગર પરત આવી…
જ્યારે વરરાજાને આ વાતની જાણ થઈ ત્યારે તેણે ફોન પર તેની સેલરી સ્લિપ મંગાવી અને દુલ્હનને બતાવી, જેમાં 1 લાખ 20 હજાર રૂપિયા માસિક પગાર લખવામાં આવ્યો હતો. આ હોવા છતાં, કન્યા તેના આગ્રહ પર અડગ રહી અને લગ્ન કરવાનો સંપૂર્ણ ઇનકાર કરી દીધો. બાદમાં સોસાયટીના લોકોએ બંને પક્ષો દ્વારા જે પણ ખર્ચ થતો હોય તે વહેંચી લેવાનું નક્કી કર્યું. આ પછી દુલ્હો દુલ્હનને લીધા વગર પરત ફર્યો.
આ પણ જૂઓ: લગ્નના ૪ વર્ષ પછી પત્નીને ખબર પડી કે તેનો પતિ..મધ્યપ્રદેશના ગ્વાલિયરનો અજીબો ગરીબ કિસ્સો