ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: શિયાળામાં લસણના વધતા જતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું

Text To Speech
  • મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે
  • કમોસમી વરસાદને પગલે બંને રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું
  • શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં પુરવઠો ઘટ્યો

શિયાળામાં લસણના વધતા જતા ભાવે મધ્યમ વર્ગનું બજેટ ખોરવી દીધું છે. બે વર્ષ અગાઉ 70 રૂપિયે કિલો વેચાતા લસણ માટે હાલ રૂપિયા 500 સુધી ખર્ચવા પડી રહ્યા છે. ભાવમાં વધારો થતાં હવે રસોડામાંથી લસણની ચટણી અને લસણને થોડા સમય માટે મેનુમાંથી બહાર જ રાખવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

કમોસમી વરસાદને પગલે બંને રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું

મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં લસણની આયાત થાય છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને પગલે આ બંને રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું છે. જેના પગલે આ બંને રાજ્યમાંથી લસણ જોઈએ એટલા પ્રમાણમાં યાર્ડમાં આવી રહ્યું નથી. વેપારીઓના જણાવ્યા પ્રમાણે જૂના લસણનો સ્ટોક પૂરો થવા આવ્યો છે જ્યારે નવું ઉત્પાદન ઓછું હોવાથી બજારમાં માલની આવક ઘટી છે.

શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં પુરવઠો ઘટ્યો

શિયાળાને પગલે લસણની માગ વધી છે અને બજારમાં તેનો પુરવઠો સતત ઘટી રહ્યો છે. જેના કારણે લસણની કિંમત સતત વધી રહી છે. અમદાવાદના હોલસેલમાં લસણની કિંમત રૂપિયા 300થી રૂપિયા 350 છે. અમદાવાદના વેપારીએ જણાવ્યું છે કે બે વર્ષ અગાઉ લસણની કિંમત ખૂબ જ ઓછી હોવાથી ખેડૂતોને પણ તેના પાકમાં ખાસ રૂચી રહી નહોતી. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે, હજુ બે મહિના આવી જ હાલત રહેશે.

આ પણ વાંચો: ગુજરાત: સાઈબર ક્રાઈમ માફિયાઓએ વોટ્સએપ પર નવી મોડસ ઓપરેન્ડીથી ઠગાઇ શરૂ કરી 

Back to top button