ટ્રેન્ડિંગમનોરંજન

એઆર રહેમાન સાથે લિંકઅપની અફવાઓ પર મોહિની-ડેએ મૌન તોડ્યું, શેર કર્યોં વીડિયો

મુંબઈ, 26 નવેમ્બર 2024 :    મ્યુઝિક મેસ્ટ્રો એ આર રહેમાને લગ્નના 29 વર્ષ બાદ પત્ની સાયરા બાનુથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ રહેમાનના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. એઆર રહેમાનના છૂટાછેડાના થોડા કલાકો પછી, તેમની ટીમના સભ્ય અને બેઝિસ્ટ મોહિની ડેએ પણ તેના પતિ સાથે છૂટાછેડાની જાહેરાત કરી. આ પછી જ ઇન્ટરનેટ પર મોહિનીનું નામ રહેમાન સાથે જોડાવા લાગ્યું. એઆર રહેમાન અને તેના બેઝિસ્ટ મોહિની ડે વચ્ચેના જોડાણની અફવાઓ ઇન્ટરનેટ પર ફેલાઈ હતી. આ મામલે પહેલા એઆર રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનુ આગળ આવી અને સ્પષ્ટતા આપી અને પોતાના પૂર્વ પતિને સફાઈ આપી અને તેના બે દિવસ બાદ જ બેઝિસ્ટ મોહિનીનું રિએક્શન પણ લોકોની સામે આવ્યું છે. હવે મોહિનીએ સોશિયલ મીડિયા પર એઆર રહેમાન સાથેના તેના સંબંધોનું સત્ય જાહેર કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Mohini Dey (@dey_bass)

મોહિનીએ સંબંધનું સત્ય કહ્યું
મોહિનીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેની સાથે તેણે લાંબું કેપ્શન પણ લખ્યું છે. વીડિયોમાં તેણે સોશિયલ મીડિયા પર ફેલાતી તમામ અફવાઓને જુઠ્ઠી ગણાવી છે. તેણે તેના વીડિયોમાં સ્પષ્ટપણે કહ્યું છે કે તેની અને એઆર રહેમાન વચ્ચે ટીમ મેટ અને મેન્ટર હોવા સિવાય અન્ય કોઈ સંબંધ નથી. તેમએ એ પણ સ્પષ્ટ કર્યું કે તે ઘણા વર્ષોથી એઆર રહેમાન સાથે જોડાયેલા છે અને તેમને પિતાની જેમ માને છે. મોહિનીએ વિડિયોમાં તેમજ કૅપ્શનમાં પોતાની હૃદયસ્પર્શી લાગણીઓ શેર કરી અને મીડિયાને અફવાઓ ન ફેલાવવા અને ગોપનીયતાનું સન્માન કરવાની અપીલ કરી.

‘તે મારા પિતા જેવા છે’
મોહિનીએ કેપ્શનમાં લખ્યું, ‘મારા અને એઆર રહેમાન વિરુદ્ધ આટલી બધી ખોટી માહિતી અને પાયાવિહોણા દાવાઓ જોવું અવિશ્વસનીય છે. મીડિયાએ બંને ઘટનાઓને અશ્લીલ બનાવી દીધી છે તે ગુનો લાગે છે. હું એઆર રહેમાન સાથે કામ કરવાના મારા બાળપણના દિવસોનું સન્માન કરું છું. મેં તેમની સાથે 8.5 વર્ષ સુધી તેની ફિલ્મો, પ્રવાસ વગેરેમાં કામ કર્યું. આ થોડું નિરાશાજનક છે કે લોકોમાં આવી ભાવનાત્મક બાબતો માટે કોઈ માન કે સહાનુભૂતિ નથી. લોકોની માનસિક સ્થિતિ જોઈને મને દુઃખ થાય છે. એઆર રહેમાન એક લેજન્ડ છે અને તે મારા માટે પિતા સમાન છે! મારા જીવનમાં ઘણા રોલ મોડલ અને પિતા સમાન લોકો છે જેમણે મારી કારકિર્દી અને ઉછેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલા દાવા પોકળ
મોહિનીએ આગળ લખ્યું, ‘મને થોડાં નામ આપવા દો – મારા પિતા કે જેમણે મને સંગીત વિશે બધું શીખવ્યું (જેમને મેં એક વર્ષ પહેલાં ગુમાવ્યા) અને પછી રણજીત બારોટ કે જેમણે મને ઈન્ડસ્ટ્રી સાથે પરિચય કરાવ્યો. લુઈસ બેંક્સ જેમણે મને આકાર આપ્યો અને એઆર રહેમાન જેમણે મને તેમના શો અને રેકોર્ડિંગ સત્રો દરમિયાન તેમની સંગીતમાં ચમકવાની સ્વતંત્રતા આપી. હું તેમનું ખૂબ સન્માન કરું છું અને કરતી રહીશ. મીડિયા-પેપ્સ લોકોના મન અને જીવન પર તેની અસરને સમજી શકતા નથી. સંવેદનશીલ બનો. મારે કોઈને કોઈ ખુલાસો આપવાની જરૂર નથી, પરંતુ હું નથી ઈચ્છતી કે આ મારા દિવસને વિક્ષેપિત કરે, તેથી કૃપા કરીને ખોટા દાવા કરવાનું બંધ કરો અને અમારી ગોપનીયતાનો આદર કરો.

આ પણ વાંચો : IPL મેગા ઓક્શનના TOP 10 મોંઘેરા ખેલાડીઓ, જાણો કોને કેટલી રકમ મળી

Back to top button