ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવર્લ્ડ

ચીનમાં વેચાતો દેડકાવાળો પિઝા વાયરલ, લોકોએ કહ્યું ચુડેલોનો ખોરાક છે કે શું?

Text To Speech
  • માંસાહારી ખોરાક માટે હંમેશા ચર્ચામાં રહેતા ચીનમાં એક અજીબ પ્રકારના પિઝા સર્વ કરવામાં આવી રહ્યા છે. અહીંનો દેડકાવાળો પિઝા વાયરલ થયો છે

HD ન્યૂઝ ડેસ્કઃ તમે પિઝા પરના ટોપિંગ્સમાં અત્યાર સુધી અનેક પ્રકારના પ્રયોગો જોયા હશે. દરેક વ્યક્તિના ટેસ્ટ અને પસંદગી મુજબ ટોપિંગ્સ અલગ અલગ હોઈ શકે છે. જો કે ચીન હવે આ મામલે અલગ જ લેવલે પહોંચી ગયું છે. માંસાહારી ખોરાક ખાવા માટે અવારનવાર સમાચારોમાં રહેનાર ચીનમાં એક અજીબ પ્રકારના પિઝા સર્વ કરવામાં આવી રહ્યા છે, જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. અહીં પિઝા હટ કંપનીએ એક નવો પિઝા લોન્ચ કર્યો છે, જેમાં ટોપિંગ પર આખા ડીપ ફ્રાઈડ દેડકા સર્વ કરવામાં આવશે. ન્યૂઝ વેબસાઈટ મધરશિપના જણાવ્યા અનુસાર પિઝા હટ ચીનના ‘ગોબ્લિન પિઝા’માં ટોપિંગ પર ડીપ-ફ્રાઈડ બુલફ્રોગ છે. આ પિઝાની કિંમત 169 યુઆન એટલે કે અંદાજે 2,000 રૂપિયા રાખવામાં આવી છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/C9CO8rDNph0IwQeN82T0Zy

પિઝા ચેઇનએ 18 નવેમ્બરે એક WeChat પોસ્ટમાં આ વાનગીની જાહેરાત કરી હતી. આ પિઝા પસંદગીના આઉટલેટ્સ પરથી પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. તે એક આખા બુલફ્રોગ અને કોથમીર સાથે પીરસવામાં આવે છે. પિઝાનો ઓર્ડર આપનાર વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પિઝાની તસવીર પોસ્ટ કરી હતી.

લોકોએ આપી અલગ અલગ પ્રતિક્રિયાઓ

આ પોસ્ટ પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, મને આશ્ચર્ય થાય છે કે જો ઈટલીના લોકો આ જોશે તો તેઓ શું વિચારશે.એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું છે કે કોથમીર સાથે દેડકા? શું આ ડાકણોનો ખોરાક છે? દેડકાનું માંસ ખાનારા કેટલાક વપરાશકર્તાઓ કહે છે કે તે ચિકન અને માછલીના માંસ જેવું જ છે.

આ પણ વાંચોઃ મૂડ ખરાબ છે? તો તરત ખાવ આ વસ્તુઓ, ફટાફટ થશે અસર

Back to top button