ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

IPL Auction Live: ભુવનેશ્વર કુમારને RCBએ 10.75 કરોડમાં ખરીદ્યો, જાણો અપડેટ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 25 નવેમ્બર: IPL 2025 માટે જેદ્દાહમાં એક મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ હરાજીનો આજે સોમવારે બીજો દિવસ છે. હરાજીના પ્રથમ દિવસે તમામ 10 ટીમોએ મળીને કુલ 72 ખેલાડીઓને ખરીદ્યા હતા. જેમાં 24 વિદેશી ખેલાડીઓ પણ સામેલ હતા. આજે દિવસ દરમિયાન 132 ખેલાડીઓનું વેચાણ થશે. જેને ખરીદવા માટે તમામ 10 ટીમોના પર્સમાં કુલ 173.55 કરોડ રૂપિયા બાકી છે. જેમાં RCB પાસે બીજા દિવસે હરાજીમાં સૌથી વધુ 30.65 કરોડ રૂપિયા બાકી છે.

IPL 2025ની હરાજીમાં અજિંક્ય રહાણે, પૃથ્વી શો, મયંક અગ્રવાલ, મુજીબ ઉર રહેમાન જેવા મોટા ખેલાડીઓ UNSOLD રહ્યા છે. જ્યારે કેન વિલિયમસન અને ગ્લેન ફિલિપ્સને IPLની હરાજીમાં ખરીદનાર મળ્યા નથી.

MI દીપક ચહરને ખરીદ્યો

મુંબઈ ઈન્ડિયન્સે ઝડપી બોલર દીપક ચહરને મોટી રકમ આપીને ખરીદ્યો છે. મુંબઈએ દીપક ચહરને 9.25 કરોડમાં ખરીદ્યો છે. ચેન્નાઈ અને પંજાબ પણ આ બોલરને લેવા માંગતા હતા, પરંતુ તેમના પૈસા ઓછા પડ્યા.

DCએ મુકેશ કુમારને RTMમાં ખરીદ્યો

દિલ્હી કેપિટલ્સે ફાસ્ટ બોલર મુકેશ કુમારને RTM હેઠળ 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પંજાબ કિંગ્સ આ બોલરને લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ દિલ્હીએ આરટીએમ લગાવ્યું. જોકે, આઠ કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

કોહલીની ટીમમાં ભુવનેશ્વર, તુષાર દેશપાંડે રાજસ્થાનમાં

ભુવનેશ્વર કુમારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ભુવીની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. જ્યારે RCBએ કૃણાલ પંડયાને 5.75માં ખરીદ્યો છે. ઝડપી બોલર તુષાર દેશપાંડેને રાજસ્થાન રોયલ્સે 6.5 કરોડમાં ખરીદ્યો છે. તુષાર ગત સિઝનમાં CSKનો ભાગ હતો. તુષારની મૂળ કિંમત 1 કરોડ રૂપિયા હતી.

અત્યાર સુધીમાં 9 ખેલાડીઓ વેચાયા

  1. રોવમેન પોવેલ (વેસ્ટ ઈન્ડિઝ) – 1.5 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ (મૂળ કિંમત – 1.5 કરોડ)
  2. ફાફ ડુ પ્લેસિસ (દક્ષિણ આફ્રિકા) – 2 કરોડ, દિલ્હી કેપિટલ્સ (મૂળ કિંમત – 2 કરોડ)
  3. વોશિંગ્ટન સુંદર (ભારત) – 3.20 કરોડ, ગુજરાત ટાઇટન્સ (મૂળ કિંમત – 2 કરોડ)
  4. સેમ કુરન (ઈંગ્લેન્ડ) – 2.40 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ (મૂળ કિંમત – 2 કરોડ)
  5. માર્કો જેન્સેન (દક્ષિણ આફ્રિકા) – 7 કરોડ, પંજાબ કિંગ્સ (મૂળ કિંમત – 1.25 કરોડ)
  6. કૃણાલ પંડ્યા (દક્ષિણ આફ્રિકા) – 5.75 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (મૂળ કિંમત – 2 કરોડ)
  7. નીતિશ રાણા (ભારત) – 4.20 કરોડ, રાજસ્થાન રોયલ્સ (મૂળ કિંમત – 1.5 કરોડ)
  8. રેયાન રિકલ્ટન (દક્ષિણ આફ્રિકા) – રૂ. 1 કરોડ, મુંબઈ ઇન્ડિયન્સ (મૂળ કિંમત – રૂ. 1 કરોડ)
  9. જોશ ઇંગ્લિસ (ઓસ્ટ્રેલિયા) – 2.6 કરોડ, પંજાબ કિંગ્સ (મૂળ કિંમત – 2 કરોડ)

આ પણ જૂઓ: IPL ૨૦૨૫ના મેગા ઓકશનની વચ્ચે જય શાહના ઘરે ગુંજી કિલકારી

Back to top button