15 ઓગસ્ટગુજરાતમધ્ય ગુજરાત

વડોદરાના પ્રખ્યાત મ્યુઝિયમમાં આઝાદીની લડતના પ્રતિક સમાન 12 તિરંગાનું અનોખું આકર્ષણ

Text To Speech

વડોદરા: ગુજરાત રાજયમાં આવેલું સૌથી મોટું મ્યુઝિયમ માં હર ઘર તિરંગા અભિયાન સમયે રાષ્ટ્રીય પ્રતીક ને અથઃથી ઇતિ સુધીના ઇતિહાસ ની માહિતી આપી રહ્યું છે. બાળ દિર્ઘામાં પ્રદર્શિત 62 વર્ષ જૂના આ તિરંગા હાલમાં પણ મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.સંગ્રહાલય એ એવું સ્થાન છે. જ્યાં તમને પુરાતત્વીય અને ઐતિહાસિક બાબતો વિશે જાણવા તો મળે જ છે. સાથે-સાથે સંગ્રહાલય મુલાકાતીઓને ઇતિહાસનો પણ બોધ પાઠ પણ આપે છે. વડોદરા મ્યુઝિયમ પોતે એ ઐતિહાસિક મ્યુઝિયમ તરીકે માનવામાં આવે છે. વડોદરાના તત્કાલીન રાજવી સર સયાજીરાવ ગાયકવાડે વિશ્વામિત્રી નદી નજીક 113 એકરના કમાટી બાગમાં જે અત્યારે સયાજીબાગ તરીકે ઓળખવામાં આવે છે.તેમાં વર્ષ 1894 માં આ મ્યુઝિયમ બાંધવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમનું બાંધકામ જાણીતા અંગ્રેજ સ્થાપત્ય કાર્ય આર્કિટેક્ટ આર. એફ. ચિશોલ્મે કર્યું હતું. મ્યુઝિયમનું તે સમયે એ પ્રકારે બાંધકામ કરવામાં આવ્યું હતું કે, સૂર્યપ્રકાશનો પૂર્ણ ઉપયોગ કરી ઇલેક્ટ્રીસિટી વિના પણ જોઇ શકાય. હાલમાં પણ આ મ્યુઝિયમ મુલાકાતીઓને આકર્ષી રહ્યું છે.

27 ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે 72494 નમૂનાઓ 

વડોદરામાં આવેલું આ મ્યુઝિયમ માં કુલ 27 ગેલેરીમાં 72494 નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. આ આર્ટિફેક્ટ્સ પૂરાત્વ, જીવો અને સહજીવન, સાંસ્કૃતિક અને વિજ્ઞાનના બાબતને લગતા મહત્તમ નમૂનાઓ પ્રદર્શિત કરાયા છે. જે પ્રદર્શિત નથી કરવામાં આવ્યા એવા નમૂનાઓની સંખ્યા એક લાખ કરતા પણ વધુ છે. ચાલુ વર્ષમાં ગત્ત જુન સુધીમાં 52 હજાર લોકોએ આ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. તેનો મતલબ કે પ્રતિમાસ સરેરાશ 8500 કરતા વધુ લોકો મ્યુઝિયમની મુલાકાત લેવા માટે આવ્યા છે.

તિરંગા
આઝાદીના લડતકાળ દરમ્યાન પ્રસિદ્ધ તમામ 12 ધ્વજ

જાણવા જેવી બાબતએ પણ છે કે, આ મ્યુઝિયમમાં 62 વર્ષ જૂના તિરંગાઓ પણ મુકવામાં આવ્યા છે. જે તિરંગાની રાષ્ટ્રધ્વજ બનવાની તવારીખ બને છે. વંદે માતરમ્, રેટિયા, અર્ધચંદ્રમા અને તારકવાળા ખાદીના તિરંગા પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ મ્યુઝિયમનો હવાલો ગુજરાત સરકારે સંભાળ્યો ત્યારથી આ તિરંગા છે. એક રાષ્ટ્રધ્વજ સહિત કુલ 12 ધ્વજ છે. જે આઝાદીના લડતકાળ દરમિયાન વિવિધ તબક્કે પ્રસિદ્ધ હોય એ તમામ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

તિરંગાનો કલર ન જાય તે માટે તેને માત્ર 50 થી 55 લક્સ લાઇટમાં રાખવામાં આવે છે

આ તિરંગાઓની મ્યુઝિયમ તંત્ર દ્વારા વિશેષ સંભાળ રાખ વામાં આવે છે. તેને ડસ્ટ ના લાગે એ રીતે રાખવામાં આવ્યા છે. ડસ્ટ લાગી હોય તો તુરંત સાફ કરવામાં આવે છે. તિરંગાનો કલર ના ઉડે એટલે તેને માત્ર 50 થી 55 લક્સ લાઇટમાં રાખવામાં આવ્યા છે. અને આ તિરંગાને નજીવા પ્રકાશમાં જ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જીવાત નિયંત્રણ માટે સમય-સમયે પગલાં લેવામાં આવે ત્યારે આ તિરંગાનો સારી રીતે સાચવી શકાયા છે.

જયારે વડાપ્રધાન નરેન્દ્ર-મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન છેડયું ત્યારથી આ તિરંગાઓને મુલાકાતીઓ રસપૂર્વક નિહાળી રહ્યા છે. ખાસ કરીને બાળકો અને કિશોરોને આ ગેલેરીમાં તિરંગા વિશે સમજ આપતા નજર પડે છે.

Back to top button