ષડાષ્ટક યોગથી ત્રણ રાશિઓના ગોલ્ડન દિવસો શરૂ, થશે ધનલાભ
- 7 ડિસેમ્બરથી શરૂ થતા ષડાષ્ટક યોગની 3 ભાગ્યશાળી રાશિઓ પર સકારાત્મક અસર પડશે અને તેમના ગોલ્ડન દિવસો શરૂ થશે
HD ન્યુઝ ડેસ્કઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ હાલમાં કર્ક રાશિમાં અને કર્મ ફળદાતા શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન છે. મંગળ સમયે સમયે રાશિ પરિવર્તન કરે છે અને શનિદેવને એક રાશિ પરિવર્તન માટે 30 વર્ષ લાગે છે. 7 ડિસેમ્બરે મંગળ કર્ક રાશિમાં વક્રી થઈ જશે, જે 21 જાન્યુઆરી 2024 સુધી અહીં રહેશે. આ સમય દરમિયાન ષડાષ્ટક યોગ બનશે, જેની 3 ભાગ્યશાળી રાશિઓ પર સકારાત્મક અસર પડશે અને તેમના ગોલ્ડન દિવસો શરૂ થશે.
HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ
કુંભ (ગ,સ,શ,ષ)
કુંભ રાશિના જાતકોને ષડાષ્ટક યોગથી ઘણા ફાયદા થવાના છે. આ અશુભ યોગના શુભ પ્રભાવથી આ લોકોને કાર્યસ્થળમાં પ્રશંસા મળશે. નોકરિયાત લોકોની નોકરી બદલવાની યોજનાઓ સફળ થઈ શકે છે. વેપારીઓને મોટી ડિલ્સ મળવાથી ફાયદો થશે. રોકાણ માટે સમય સાનુકૂળ રહેશે.
તુલા (ર,ત)
ષડાષ્ટક યોગના શુભ પ્રભાવથી તુલા રાશિના લોકોને આર્થિક સંકટમાંથી રાહત મળશે. આ લોકોને મંગળ અને શનિના આશીર્વાદથી તેમના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે. આ લોકોનું આરોગ્ય સારું રહેશે. બાળકોને રમતગમતમાં રસ પડશે. પારિવારિક સમસ્યાઓનો અંત આવશે.
આ પણ વાંચોઃ કારતક માસની અમાસ ક્યારે? શું હોય છે તેનું મહત્ત્વ?
મેષ (અ,લ,ઈ)
ષડાષ્ટક યોગ બનવાથી મેષ રાશિના જાતકોનું લગ્ન જીવન સફળ રહેશે. આ લોકોને કાર્યસ્થળમાં સનિયર્સનો સહયોગ મળશે. તમને એકથી વધુ આવકની તકો મળશે. ઘર અને પરિવારમાં શુભ કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશો. તેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાઈ રહેશે.
આ પણ વાંચોઃ 2025માં શનિ ગોચર કુંભથી મીન રાશિમાંઃ વૃશ્ચિક સહિત બે રાશિને થશે લાભ