ટ્રેન્ડિંગમનોરંજનસ્પોર્ટસ

વિરાટ કોહલીએ અનુષ્કાને ડેડિકેટ કરી 81મી ઈન્ટરનેશનલ સેન્ચ્યુરી, કર્યા ભરપૂર વખાણ

Text To Speech
  • વિરાટ કોહલીએ આજે તેની સફળતાનો શ્રેય અનુષ્કા શર્માને આપીને 81મી ઈન્ટરનેશનલ સેન્ચ્યુરી પત્નીને ડેડિકેટ કરી છે, વિરાટે પત્નીની સ્ટેડિયમમાં હાજરીને પણ ખૂબ ખાસ ગણાવી હતી

25 નવેમ્બર, મુંબઈઃ વિરાટ કોહલી પોતાની દરેક સફળતાનો શ્રેય તેની પત્નીને આપે છે. તેણે તેની 81મી આંતરરાષ્ટ્રીય સદી પણ અનુષ્કા શર્માને સમર્પિત કરી છે. વિરાટે સદી ફટકાર્યા બાદ અનુષ્કાના વખાણ કર્યા અને કહ્યું કે તે સ્ટેડિયમમાં હોવાથી આ પ્રસંગ વધુ ખાસ બની ગયો છે. વિરાટે તેની પત્ની વિશે ઘણું બધું કહ્યું છે. વીડિયો જોયા બાદ તેમના ફેન્સ કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે.

વિરાટે અનુષ્કા માટે કહી આ વાત

એડમ ગિલક્રિસ્ટ સાથે વાતચીતમાં વિરાટે કહ્યું કે, અનુષ્કા સારા અને ખરાબ સમયમાં મારી સાથે રહી છે. પડદા પાછળ શું ચાલી રહ્યું છે તે વિશે તે બધું જ જાણે છે. જો તમે સારું પ્રદર્શન નથી કરી રહ્યા ત્યારે તમારા મગજમાં શું ચાલી રહ્યું હોય છે. તેને વધુ પડતું વિચારીને તમે ભૂલો પણ કરી બેસો છો. હું બસ ટીમના કામમાં મારું યોગદાન આપવા ઈચ્છું છું. મને દેશ માટે પ્રદર્શન કરીને ગર્વ થાય છે. ખૂબ જ સારું લાગી રહ્યું છે કે અનુષ્કા અહીં છે, આ માટે જ આ પ્રસંગ વધુ ખાસ છે.

વિરાટ કોહલી અનુષ્કાને ડેડિકેટ કરી 81મી ઈન્ટરનેશનલ સેન્ચ્યુરી, કર્યા ભરપૂર વખાણ hum dekhenge news

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

લોકોએ પ્રેમ વરસાવ્યો

આ વીડિયો પર ફેન્સ તરફથી ઘણી બધી કોમેન્ટ્સ જોવા મળી રહી છે. એકે લખ્યું છે કે, તે ક્યારેય કોઈ પણ વાતમાં અનુષ્કાનો ઉલ્લેખ કરવાનું ભૂલતો નથી. એવો માણસ ક્યાં મળશે? એક યૂઝરે લખ્યું છે કે, તમે વિરાટના ખરાબ પ્રદર્શન માટે અનુષ્કાને દોષી ઠેરવશો, તે તેના શ્રેષ્ઠ પ્રદર્શનનો શ્રેય તેને આપશે. અન્ય યૂઝરે લખ્યું છે કે, પુરુષ પોતાની પસંદગીની સ્ત્રીના નામનો જપ કરવાનું ક્યારેય ભૂલતો નથી. આ પોસ્ટ પર કેટલાય લોકો વિરાટને અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ રહેમાન દુનિયાના બેસ્ટ વ્યક્તિ છે, પ્લીઝ કોઈ અફવા ન ફેલાવોઃ સાયરા બાનોએ કર્યો ખુલાસો

Back to top button