ટ્રેન્ડિંગમનોરંજન

રહેમાન દુનિયાના બેસ્ટ વ્યક્તિ છે, પ્લીઝ કોઈ અફવા ન ફેલાવોઃ સાયરા બાનોએ કર્યો ખુલાસો

  • સોશિયલ મીડિયા પર રહેમાનના લિંકઅપની વાતો સામે આવી હતી, પરંતુ હવે એઆરની પૂર્વ પત્ની સાયરા બાનોએ પહેલીવાર અલગ થવા પર મૌન તોડ્યું છે

25 નવેમ્બર, મુંબઈઃ એઆર રહેમાન અને તેમની પત્ની સાયરા બાનો લગ્નના 29 વર્ષ પછી અલગ થઈ ગયા છે. 19 નવેમ્બરે બંનેએ છૂટાછેડાની જાહેરાત કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. રહેમાન બાદ તેની બેન્ડ ટીમના સભ્ય મોહિની ડેએ પણ તેના પતિથી છૂટાછેડાની જાહેરાત કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમના લિંકઅપની વાતો સામે આવી હતી, પરંતુ હવે રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનોએ પહેલીવાર અલગ થવા પર મૌન તોડ્યું છે અને છૂટાછેડાનું સાચું કારણ જાહેર કર્યું છે.

સાયરાએ જણાવ્યું સાચું કારણ

રહેમાને તેના છૂટાછેડા અંગેના ખોટા સમાચાર ફેલાવતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને તેને 24 કલાકની અંદર તેને હટાવવાનું કહ્યું છે. હવે આવી સ્થિતિમાં રહેમાનની પૂર્વ પત્ની પણ તેના સમર્થનમાં સામે આવી છે અને લોકોને પાયાવિહોણા સમાચાર ન ફેલાવવા વિનંતી કરી છે. દંપતીના વકીલ વંદના શાહે મીડિયામાં સાયરા બાનોની એક વોઈસ નોટ શેર કરી છે, જેમાં તે છૂટાછેડા વિશે જણાવી રહી છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

 

 

સાયરાએ વૉઇસ નોટમાં કહ્યું છે કે, બધાને નમસ્કાર. હું સાયરા રહેમાન… હું હાલમાં મુંબઈમાં છું અને છેલ્લા કેટલાક મહિનાઓથી અસ્વસ્થ છું. તેથી જ હું એઆરથી બ્રેક લેવા ઈચ્છતી હતી. હું એક હું તમામ યૂટ્યુબર્સ, તમિલ મીડિયાને વિનંતી કરું છું કે મહેરબાની કરીને રહેમાન વિરુદ્ધ કંઈ જ ખરૂં ખોટું ન કહો. તેઓ દુનિયાના સૌથી સારા વ્યક્તિ છે. તેઓ જેમ ઓફ અ પર્સન છે. હું મારી હેલ્થ સમસ્યાઓને લઈને ચેન્નઈમાં હતી, પરંતુ હવે મુંબઈ આવી ગઈ છું અને અહીં મારો ઈલાજ કરાવી રહી છું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રહેમાનના લિંક-અપના સમાચાર પર બોલી સાયરા

ચેન્નાઈમાં એઆરના વ્યસ્ત શેડ્યૂલને કારણે ટ્રીટમેન્ટ કરાવી શક્ય ન હતી અને હું કોઈને પરેશાન કરવા માંગતી નથી. ન તો મારા બાળકો અને ન તો તેમને, પરંતુ તેઓ એક અદભૂત વ્યક્તિ છે. હું માત્ર એટલી જ વિનંતી કરીશ કે તેઓ જેવા છે તેવા જ તેમને રહેવા દો. હું મારા જીવનમાં ફક્ત તેમના પર જ વિશ્વાસ કરું છું.” લિંકઅપના સમાચાર પર સાયરાએ કહ્યું કે, તેઓ અન્ય કોઈ સાથે જોડાયેલા નથી. હું તેમને પ્રેમ કરું છું અને તેઓ પણ મને સમાન રીતે પ્રેમ કરે છે. તેથી હું તમને બધાને વિનંતી કરું છું કે આ મુદ્દા પર વાત ન કરો અને ખોટી અફવાઓ ન ફેલાવો.

આ પણ વાંચોઃ ‘એનિમલ જેવી ફિલ્મો સમાજ પર ખરાબ અસર કરે છે?’ના જવાબમાં રણબીરે કહ્યું તમારી વાત સાથે સંમત છું!

Back to top button