ટ્રેન્ડિંગમનોરંજન

‘એનિમલ જેવી ફિલ્મો સમાજ પર ખરાબ અસર કરે છે?’ના જવાબમાં રણબીરે કહ્યું તમારી વાત સાથે સંમત છું!

  • ગોવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં પહોંચ્યો ત્યારે રણબીરે તેની ફિલ્મ એનિમલને લઈને પૂછવામાં આવેલા સવાલના તમામ જવાબ આપ્યા

25 નવેમ્બર, પણજીઃ રણબીર કપૂરની એનિમલની જાહેરાત થઈ હતીત્યારથી જ તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. દરેક વ્યક્તિ ફિલ્મ મેકર સંદીપ રેડ્ડી વાંગાની વાતોથી એ અનુમાન લગાવી રહ્યું હતું કે આ વખતે તેઓ કંઈક એવું કરવા જઈ રહ્યા છે, જે પહેલા ફિલ્મોમાં કદી થયું નથી. ફિલ્મ રીલીઝ થઈ અને ચારે બાજુ ચર્ચા તેજ થવા લાગી.

ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સીન્સ અને મારધાડથી લોકો પરેશાન થયા. અનેક લોકોએ તેને સમાજ માટે હાનિકારક ગણાવ્યું તેમનું માનવું હતું કે આવી ફિલ્મો સમાજને બગાડી રહી છે અને તેમની પર ખરાબ અસર કરી રહી છે. હવે રણબીર કપૂરે ફિલ્મને લઈને વાત કરી છે.

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

'એનિમલ જેવી ફિલ્મો સમાજ પર ખરાબ અસર કરે છે?'ના જવાબમાં રણબીરે કહ્યું તમારી વાત સાથે સંમત છું! hum dekhenge news

આપણે ફિલ્મોને લઈને જવાબદાર થવું પડશે

રણબીર તાજેતરમાં ગોવા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં પહોંચ્યો તો તેને તેની ફિલ્મ એનિમલને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. રણબીરને પૂછવામાં આવ્યું કે શું તેને નથી લાગતું કે તેની ફિલ્મ સમાજ પર ખોટી અસર કરી રહી છે. આ સવાલના જવાબમાં રણબીરે સ્પષ્ટતા કરી હતી. રણબીરે કહ્યું કે હું તમારા લોકોની વાતથી સહમત છું. એક કલાકાર તરીકે અમારી ફરજ છે કે આપણે એવી ફિલ્મ લઈને આવીએ જે સમાજ પર પોઝિટીવ અસર કરે.

રણબીર આગળ કહે છે કે, જોકે એ વાત પણ સાચી છે કે હું એક કલાકાર છું અને મારા માટે એ જરૂરી છે કે હું અલગ અલગ પ્રકારના પાત્રો કરતો રહું, પરંતુ તમે કહી રહ્યા છો તે પણ સાચું જ છે. આપણે વધુ જવાબદાર થવું પડશે, એ ફિલ્મો માટે જે અમે બનાવી રહ્યા છીએ.

અગાઉ પણ થયા છે સવાલો

આ પહેલી વખત નથી બન્યું જ્યારે રણબીરને તેની ફિલ્મ એનિમલને લઈને સવાલો કરવામાં આવ્યા હોય. આ પહેલા પણ અનેક ઈન્ટરવ્યુ અને પોડકાસ્ટમાં રણબીરને તેની ફિલ્મને લઈને અનેક સવાલો થયા છે. રણબીરની એનિમલ આ વર્ષની સૌથી મોટી હિટ સાબિત થઈ હતી. તેને ખૂબ વખાણ પણ મળ્યા હતા. વાયોલન્સને લઈને પણ એનિમલ ફિલ્મની ખૂબ ચર્ચાઓ થઈ હતી. ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ પણ ફિલ્મમાં દર્શાવાયેલી વાયોલન્સનો ખૂબ સપોર્ટ કર્યો હતો.

આ પણ વાંચોઃ હું જે છું તે બદલી શકતો નથી: ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અટકળો પર અભિષેક બચ્ચને કહી મોટી વાત

Back to top button