ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

હું જે છું તે બદલી શકતો નથી: ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અટકળો પર અભિષેક બચ્ચને કહી મોટી વાત

  • ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અટકળો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે

નવી દિલ્હી, 25 નવેમ્બર: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તેમના સંબંધોને લઈને ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. તેમના છૂટાછેડાની અટકળો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઘણા વર્ષો સુધી સાથે રહ્યા બાદ તેઓ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. જોકે, આ માહિતી પર દંપતી તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. હવે અભિષેકે તેની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ના પ્રમોશન દરમિયાન અટકળોને કારણે થયેલી પરેશાનીઓ વિશે ખુલીને વાત કરી છે. તેમણે તેમના જીવનમાં નકારાત્મકતાનો સામનો કરવાની રીતો વિશે વાત કરી અને કહ્યું કે, વ્યક્તિએ તેની ભલાઈ સાથે સમાધાન ન કરવું જોઈએ.

હિન્દી શબ્દ ‘દ્રઢતા’ સાથે જોડાયેલી છે દાંપત્યજીવનની પરિસ્થિતિ

ઇન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચને કહ્યું કે, જીવનમાં ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ કેમ ન હોય, વ્યક્તિએ પોતાની આશાનું કિરણ શોધતા રહેવું જોઈએ. અભિનેતા તેના અંગત જીવનમાં નકારાત્મકતાનો સામનો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વાતચીતમાં તેણે આગળ કહ્યું કે, ‘હિન્દીમાં દ્રઢતા નામનો એક શબ્દ છે. કોઈક રીતે, વ્યક્તિ તરીકે તમે જે છો તેને ક્યારેય બદલવું જોઈએ નહીં. તમારા મૂળભૂત સિદ્ધાંતો ક્યારેય બદલવા જોઈએ નહીં. અભિનેતા માને છે કે, જ્યારે ખરાબ તેની ખરાબીને છોડતો નથી, તો પછી સારાએ તેની ભલાઈને કેમ છોડી દેવી જોઈએ? હું કોણ છું તે હું બદલી શકતો નથી. હું ખૂબ જ સકારાત્મક વ્યક્તિ છું જે નકારાત્મકતા પર ધ્યાન આપી શકતો નથી. જ્યારે તમે નકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો છો, ત્યારે તે તમારા પર પ્રભુત્વ જમાવી લે છે.

અભિષેક બચ્ચને સકારાત્મક રહેવાની સલાહ આપી

વાતચીતમાં આગળ, અભિનેતાએ સાચા રહેવાના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને કહ્યું કે, ‘જ્યારે તમે મુશ્કેલ દિવસોમાં આશાનું કિરણ અથવા સૂર્ય જુઓ, ત્યારે તેને પકડી રાખો. કારણ કે તે તમને જીવનમાં આગળ વધવાની હિંમત આપશે. આજના સમયમાં લોકો માટે અંધકાર અને નકારાત્મકતામાં ખોવાઈ જવું ખૂબ જ સરળ છે… ગમે તેટલા અવરોધો હોય, તમારી આશાનું કિરણ શોધો.

ઐશ્વર્યા-અભિષેકના લગ્ન

અભિષેક અને ઐશ્વર્યા રાયના લગ્નના 17 વર્ષ પૂર્ણ થયા છે. બંનેએ વર્ષ 2007માં સાત ફેરા લીધા હતા. આ દંપતીને આરાધ્યા બચ્ચન નામની પુત્રી છે. આરાધ્યા મોટાભાગે તેની માતા સાથે જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે છૂટાછેડાની અફવાઓ તેજ બની છે. બંને અલગ-અલગ અંબાણી પરિવારના ફંક્શનમાં પણ પહોંચ્યા હતા. જોકે, ઐશ્વર્યા-અભિષેક સોશિયલ મીડિયા દ્વારા એકબીજાને શુભેચ્છા પાઠવતા રહે છે.

આ પણ જુઓ: તાપસી પન્નુએ એરપોર્ટ પર અચાનક અવાજ થતા આપ્યું અજીબ રિએક્શન, લોકોએ કહ્યું: બધું ડ્રામા

Back to top button