મહારાષ્ટ્ર પરિણામની અસર, શેરબજારમાં 1000 પોઇન્ટનો ઉછાળો
Stock Market Oening Today: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારની તેજી સાથે શરૂઆત થઈ હતી. શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મહાયુતિના અદભૂત વિજય બાદ સોમવારે સ્થાનિક શેર બજારને વેગ મળ્યો હતો, BSE સેન્સેક્સ 1076.36 પોઇન્ટ અથવા 1.36 ટકા વધીને 80,193 પર ખુલ્યો હતો અને NSE નિફ્ટી 346.30 પોઇન્ટ અથવા 1.45 ટકા વધીને 24,253 પર ખુલ્યો હતો.
તમામ સેક્ટરમાં તેજી
નિફ્ટી બેંક અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે અને બેંકો, આઇટી સહિત લગભગ તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. શરૂઆતના સત્રમાં બજાર પોઝિટિવ ખુલ્યું હતું.
બેંક નિફ્ટીમાં પણ તેજી
શેર બજારમાં બેંક નિફ્ટીએ આજે મજબૂત શરૂઆત કરી છે અને તે 1027.55 પોઇન્ટ અથવા 2.01 ટકાના ઉછાળા સાથે 52,162 ના સ્તરે જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્ક ઇન્ડેક્સના તમામ 12 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે પીએનબી 4 ટકા સુધી વધ્યો હતો.
સવારે બજાર ખુલવાની 15 મિનિટ બાદ જ સેન્સેક્સ 80,397 પર હતો અને તેમાં 1280 પોઈન્ટ અથવા 1.62 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 409.35 પોઇન્ટ અથવા 1.71 ટકા વધીને 24,316 પર પહોંચ્યો હતો.
સેન્સેક્સના 30 શેર્સમાંથી 28 શેર્સ વધ્યા હતા જ્યારે 2 શેર્સ ઘટ્યા હતા. L&T, M&M, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, SBI, ICICI બેન્ક અને બજાજ ફાયનાન્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જએસડબલ્યુ સ્ટીલ અને ઈન્ફોસિસના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન (એમ-કેપ) 440 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. 3351 શેરોમાંથી 2853 શેરોમાં વધારો નોંધાયો હતો. 444 શેરોમાં ઘટાડો થયો હતો જ્યારે 104 શેરોમાં કોઈ ફેરફાર થયો ન હતો.
આ પણ વાંચોઃ સોનાનો ભાવ આકાશને આંબશે, Goldman Sachs એ વધારી લોકોની ચિંતા