ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા વાહન ચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો

Text To Speech
  • ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ
  • બાઇક ઉપર પસાર થઇ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાયુ
  • પોલીસને બાઇકમાં ફસાયેલી ચાઇનીઝ દોરી પણ મળી આવી

અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા વાહન ચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઘોડાસર વિસ્તારમાં બાઇક ઉપર પસાર થઇ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાતાં સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દોરી ગળામાં આવી જતાં યુવક બાઇક સાથે રોડ ઉપર પટકાયો

પોલીસના જણાવ્યા મુજબ નારોલ વિસ્તારમાં રહેતો ઉ.વ.27 વર્ષનો યુવક બાઇક લઇને ઘોડાસર ચોકડીથી કેનાલ તરફ આવી રહ્યા હતા. આ સમયે અચાનક ચાઇનીઝ દોરી ગળામાં આવી જતાં યુવક બાઇક સાથે રોડ ઉપર પટકાયો હતો અને લોહી લુહાણ હાલતમાં મૃત્યુ પામ્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં બાઇક ઉપર પસાર થતો હતો ત્યારે ગળામાં દોરી આવી ગઇ હતી જેથી યુવક ગાળામાથી દોરી હટાવવા પ્રયાસ કરી રહ્યો પરંતુ ગળુ કપાઇ જતાં રોડ ઉપર પટકાતાં મોત થયું હતું,

પોલીસને બાઇકમાં ફસાયેલી ચાઇનીઝ દોરી પણ મળી આવી

પોલીસને બાઇકમાં ફસાયેલી ચાઇનીઝ દોરી પણ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. હજુ ઉત્તરાયણ પર્વને બે મહિના બાકી છે ત્યારે અત્યારથી રોડ ઉપર પતંગ ચગાવવાના શરુ થઇ ગયા છે તેમાંયે ગંભીર બાબત એ છે કે પતંગ ચાઇનીઝ દોરીથી ચગાવવામાં આવી રહ્યા છે.

Back to top button