આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

હિઝબુલ્લાહે ઈઝરાયેલ પર છોડ્યા 250 રોકેટ, યુદ્ધવિરામની વાટાઘાટો વચ્ચે મોટો હુમલો

Text To Speech

બેરૂત, તા.25 નવેમ્બર, 2024: હિઝબુલ્લાએ ફરી એકવાર ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર લગભગ 250 રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાહનો હુમલો મહિનાઓમાં સૌથી ખરાબ હતો કારણ કે કેટલાક રોકેટ ઇઝરાયલના મધ્યમાં તેલ અવીવ વિસ્તારમાં પહોંચ્યા હતા. ઇઝરાયેલે લેબનોન પર કરેલી સ્ટ્રાઇકમાં 12 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે બેરૂત હુમલામાં 29 લોકોના મોત થયા હતા.

ઇઝરાયલની મેગેન ડેવિડ એડોમ બચાવ સેવાએ જણાવ્યું હતું કે તેણે ઇઝરાયેલ પર હિઝબુલ્લાહના હુમલામાં ઘાયલ થયેલા સાત લોકોની સારવાર કરી હતી. યુદ્ધવિરામ માટે વાટાઘાટકારોના દબાણ વચ્ચે બેરૂતમાં થયેલા ઘાતક ઇઝરાયેલી હુમલાના જવાબમાં હિઝબુલ્લાહ દ્વારા આ હુમલા કરવામાં આવ્યા હતા. દરમિયાન, લેબનોનની સેનાએ જણાવ્યું હતું કે રવિવારે ઇઝરાયેલી હુમલામાં લેબનોનનો એક સૈનિક માર્યો ગયો હતો અને 18 અન્ય ઘાયલ થયા હતા. ઇઝરાયેલી સેનાએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ હુમલો હિઝબુલ્લાહના આતંકીઓ પર કરવામાં આવ્યો હતો.

ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇઝરાયેલી હુમલામાં 40થી વધુ લેબનાની સૈનિકો માર્યા ગયા છે. લેબનોનના કાર્યકારી વડા પ્રધાન નજીબ મિકાતીએ હુમલાની નિંદા કરી હતી અને તેને અમેરિકાના નેતૃત્વ હેઠળના યુદ્ધવિરામના પ્રયાસો પર હુમલો ગણાવ્યો હતો. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે રવિવારે લગભગ 250 રોકેટ છોડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકને અટકાવી દેવામાં આવ્યા હતા. લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શનિવારે ચેતવણી વિના બેરૂત પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 29 લોકો માર્યા ગયા હતા અને 67 ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ ગુજરાત સહિત આ રાજ્યમાં વધશે ઠંડી, આ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Back to top button