ગુજરાતટોપ ન્યૂઝનેશનલમનોરંજન

ટેક્સ ફ્રી થતાં જ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના કલેકશનમાં આવ્યો ઉછાળો

Text To Speech

મુંબઈ, તા. 24 નવેમ્બર, 2024: વિક્રાંત મેસીની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ‘ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ આ ફિલ્મ સ્ક્રીન પર રિલીઝ થાય તે પહેલા જ સમાચારોમાં આવી હતી. રિલીઝ થયા બાદ ફિલ્મને ભલે સારું ઓપનિંગ ન મળ્યું હોય, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહ સુધી તમામે તેની પ્રશંસા કરી છે.

બીજા સપ્તાહમાં કેટલી કરી કમાણી
દેશના ઘણા રાજ્યોમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ પણ ટેક્સ ફ્રી થઈ ગઈ છે, ત્યારબાદ ફિલ્મનું કલેક્શન વધ્યું છે. ફિલ્મના પ્રોડક્શન હાઉસ અનુસાર, ‘ધ સાબરમતી રિપોર્ટ’એ પહેલા સપ્તાહમાં 14.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા શુક્રવારે ફિલ્મે 1.86 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે બીજા શનિવારે ‘ધ સાબરમતી રિપોર્ટ’એ કુલ રૂ. 2.6 કરોડનો બિઝનેસ કર્યો છે. હવે વિક્રાંત મેસીની ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ 18.99 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Vikrant Massey (@vikrantmassey)

ગુજરાત સહિત આ રાજ્યો કરી ચુક્યા છે ટેક્સ ફ્રી
ભારતના ઘણા રાજ્યોની સરકારોએ ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ટેક્સ ફ્રી કરી છે. આ ફિલ્મને છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ અને યુપીમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. તાજેતરમાં જ દેશના ગૃહમંત્રી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની સ્ટાર કાસ્ટને મળ્યા હતા. વિક્રાંત મેસીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મીટિંગની તસવીરો પણ શેર કરી છે.

વિક્રાંતે ગૃહમંત્રી અમિત શાહ સાથેની તસવીરો શેર કરી અને કેપ્શનમાં લખ્યું- માનનીય ગૃહમંત્રી અમિત શાહ , તમારા શબ્દો અને ઓળખાણ માટે આભાર.

આ પણ વાંચોઃ મહાયુતિએ 80 ટકા સીટ જીતીને રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત મહારાષ્ટ્ર વિધાનસભામાં નહીં હોય વિપક્ષ નેતા

Back to top button