ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

IPL 2025 મેગા ઓક્શન: ખેલાડીઓ આ વાસ્તવિક હરાજી પ્રક્રિયામાંથી થશે પસાર, જાણો 7 મહત્ત્વની બાબતો

  • ચાહકોની નજર UAEના જેદ્દાહમાં યોજાનારી બે દિવસીય IPL મેગા ઓક્શન પર રહેશે

નવી દિલ્હી, 24 નવેમ્બર: આખરે તે દિવસ આવી ગયો છે, જેની દુનિયાભરના કરોડો પ્રેમીઓ લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જ્યારે આજે રવિવારે ઓસ્ટ્રેલિયા (Aus vs India) સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો ત્રીજો દિવસ છે, ત્યારે સાંજે ચાહકોની નજર સંયુક્ત આરબ અમીરાત (UAE)ના જેદ્દાહમાં યોજાનારી બે દિવસીય IPL મેગા ઓક્શન પર રહેશે. આગામી બે દિવસ ચાહકોના દૃષ્ટિકોણથી ઘણી ઉત્સુકતાથી ભરેલા રહેશે કારણ કે આ દિવસોમાં ચાહકો તેમના સ્ટાર ક્રિકેટરો પર અઢળક પૈસાનો વરસાદ કરવાના છે. આ વખતે IPLના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીઓ ખરીદવાનો નવો રેકોર્ડ બને તેવી પૂરી આશા છે.

IPL મેગા ઓક્શન 2025 વિશે ખાસ બાબતો:

1. કુલ આટલા ખેલાડીઓ ભાગ લેશે

આ વખતે હરાજીમાં એક હજારથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ BCCI દ્વારા છટણી કરવામાં આવ્યા બાદ હવે બે દિવસીય હરાજીમાં કુલ 577 ખેલાડીઓ આ પ્રક્રિયામાંથી પસાર થશે. જેમાંથી 367 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ છે. તેમાંથી 3 ખેલાડીઓ એસોસિયેટ દેશોના છે. 318 ભારતીય અનકેપ્ડ અને 14 વિદેશી અનકેપ્ડ ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે.

2. આટલી જગ્યા ભરવામાં આવશે

કુલ 574 ખેલાડીઓ હરાજી પ્રક્રિયામાંથી પસાર થશે, જ્યારે તમામ દસ ટીમોમાં કુલ 204 સ્પોટ ભરવામાં આવશે. તેમાંથી 70 સ્થાન વિદેશી ખેલાડીઓ માટે છે. ખેલાડીઓની સર્વોચ્ચ બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે અને આ બ્રેકેટમાં 81 ખેલાડીઓ સામેલ છે. તે જ સમયે, છેલ્લા ઘણા વર્ષોથી, નીચલા ક્રમની બેઝ પ્રાઇઝ 20થી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. માર્કી ખેલાડીઓમાં, ડેવિડ મિલર સિવાય બાકીના બધાએ તેમની બેઝ પ્રાઇઝ રૂ. 2 કરોડ રાખી છે. દક્ષિણ આફ્રિકાના લેફ્ટી બેટ્સમેને તેની બેઝ પ્રાઈસ 1.50 કરોડ રૂપિયા નક્કી કરી છે.

3. ભારતીય સમય મુજબ આ છે સમગ્ર ટાઈમિંગ

મેગા હરાજી બંને દિવસે બે તબક્કામાં હાથ ધરવામાં આવશે, જેમાં 45 મિનિટનો વિરામ પણ સામેલ છે. પ્રથમ સત્ર બપોરે 3:30થી 5:00 સુધી ચાલશે. આ પછી 5:00થી 5:45 સુધી લંચ બ્રેક રહેશે. જ્યારે બીજું સત્ર સાંજે 5:45 થી 10:30 સુધી ચાલશે.

4. માર્કી ખેલાડીઓની સૂચિ:

લિસ્ટ: 1 

  1. રિષભ પંત
  2. શ્રેયસ અય્યર
  3. જોસ બટલર
  4. અર્શદીપ સિંહ
  5. કગીસો રબાડા
  6. મિચેલ સ્ટાર્ક

લિસ્ટ: 2 

  1. કે.એલ. રાહુલ
  2. યુઝવેન્દ્ર ચહલ
  3. લિયામ લિવિંગસ્ટોન
  4. ડેવિડ મિલર
  5. મોહમ્મદ શમી
  6. મોહમ્મદ સિરાજ

5. એક્સીલિરેટેડ હરાજી વિશે જાણો

500થી વધુ ખેલાડીઓ આખરે હરાજીની પ્રક્રિયામાંથી પસાર થશે, તેઓ ટુકડે-ટુકડે આ પ્રક્રિયામાંથી પસાર થશે. BCCIએ પહેલાથી જ તમામ ફ્રેન્ચાઈઝીઓને એક્સીલિરેટેડ(ઝડપી) હરાજી પ્રક્રિયા વિશે જાણ કરી દીધી છે. આ તબક્કો પ્લેયર નંબર 117થી શરૂ થશે અને છેલ્લા નંબર (577) સુધી ચાલુ રહેશે. ફ્રેન્ચાઇઝીએ બે દિવસીય પ્રક્રિયાના પ્રથમ દિવસે રાત્રે 10 વાગ્યા સુધીમાં આ ગ્રુપમાંથી ચોક્કસ ખેલાડીઓના નામો નોમિનેટ કરવાના રહેશે.

એકવાર જ્યારે આ ખેલાડીઓની હરાજી થઈ જાય, તો “એક્સિલરેટેડ પ્રક્રિયા”ના આગલા રાઉન્ડ માટે ફ્રેન્ચાઇઝી ટીમોને અનસોલ્ડ અથવા અનઓક્શન્ડ પ્લેયર્સના નામ આપવા માટે કહેવામાં આવશે.

6. હરાજીનો ક્રમ આવો હશે

માર્કી ખેલાડીઓના બંને સેટ માટે બિડિંગ સાથે રવિવારે હરાજી શરૂ થશે. આ પછી, કેપ્ડ ખેલાડીઓના પ્રથમ સેટ માટે બોલી લગાવવામાં આવશે. આ બેકેટમાં બેટ્સમેન, ઝડપી બોલર, વિકેટકીપર, સ્પિનરો અને ઓલરાઉન્ડરનો સમાવેશ થાય છે.

આગામી રાઉન્ડમાં, આ વિવિધ કેટેગરીમાં અનકેપ્ડ ખેલાડીઓ પ્રક્રિયામાંથી પસાર થશે, ત્યારબાદ કેપ્ડ ખેલાડીઓ પર ફરીથી બિડિંગ કરવામાં આવશે. આ ત્રણ રાઉન્ડ પૂરા થયા પછી, “એક્સીલિરેટેડ ઓક્શન” શરૂ થશે.

7. છેલ્લી ક્ષણે આ ખેલાડીઓના નામ સામેલ કરવામાં આવ્યા

BCCIએ અગાઉ 554 ખેલાડીઓના નામ ફાઈનલ કર્યા હતા, પરંતુ તાજેતરમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને અમેરિકાના ભારતીય મૂળના સૌરભ નેત્રાવલકરના નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજું નામ મુંબઈના વિકેટકીપર હાર્દિક તમોરનું છે. અંતે ખેલાડીઓની કુલ સંખ્યા હવે 577 પર પહોંચી ગઈ છે જેમાં 367 ભારતીય અને 210 વિદેશી છે.

આ પણ જૂઓ: પર્થ ટેસ્ટઃ જયસ્વાલે સિક્સ મારી પૂરી કરી સદી, આ મામલે ગાવસ્કરની ક્લબમાં થયો સામેલ

Back to top button