ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ઈલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલી પર કહી મોટી વાત! કેલિફોર્નિયાની પણ કરી ચર્ચા

  • ઈલોન મસ્ક આ વર્ષે જુલાઈમાં EVMને ‘ખતરનાક’ ગણાવ્યા હતા

નવી દિલ્હી, 24 નવેમ્બર: વિશ્વના સૌથી અમીર ઉદ્યોગપતિ અને અબજોપતિ ઈલોન મસ્કે તેમના આશ્ચર્યજનક નિવેદનોને કારણે ચર્ચા રહે છે. તેમણે હવે ભારતની ચૂંટણી વ્યવસ્થા પર મોટી વાત કરી છે. અમેરિકાની પ્રમુખની ચૂંટણીને ભારતની લોકસભા ચૂંટણી સાથે સરખાવતા તેમણે કહ્યું કે, “ભારતમાં એક દિવસમાં 640 મિલિયન એટલે કે 64 કરોડ મતોની ગણતરી થઈ છે, પરંતુ અમેરિકન રાજ્ય કેલિફોર્નિયામાં હજુ પણ મતોની ગણતરી ચાલુ છે.” જે સ્પીડને કારણે તેમણે ભારતની ચૂંટણી પ્રણાલીના વખાણ કર્યા છે, તે ઈલોન મસ્કે જ આ વર્ષે જુલાઈમાં EVMને ‘ખતરનાક’ ગણાવ્યા હતા.

ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

Xના માલિક ઈલોન મસ્કે પોતાની સોશિયલ મીડિયા સાઇટ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. એક પોસ્ટના જવાબમાં ઈલોન મસ્કે લખ્યું કે, ‘ભારતે એક દિવસમાં 640 મિલિયન વોટની ગણતરી કરી છે, જ્યારે કેલિફોર્નિયા હજુ પણ વોટની ગણતરી કરી રહ્યું છે.’

 

મહત્ત્વપૂર્ણ છે કે, અમેરિકામાં 5-6 નવેમ્બરે મતદાન થયું હતું. ત્યારબાદ હજુ પણ ત્યાં મતગણતરી ચાલુ છે. કેલિફોર્નિયા પણ આ રાજ્યોમાંથી એક છે. જો કે, અમેરિકાના અન્ય રાજ્યોમાં મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ટ્રમ્પ હવે જાન્યુઆરીમાં અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લેશે. જો કે, ભારત અને અમેરિકાની ચૂંટણીઓ વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે, અમેરિકામાં હજુ પણ બેલેટ પેપર દ્વારા મતદાન થાય છે જ્યારે ભારતે વર્ષો પહેલા મતદાન માટે EVM પસંદ કર્યું છે.

 

અન્ય એક યુઝરે લખ્યું છે કે, ભારતે એક જ દિવસમાં 640 મિલિયન વોટની ગણતરી કરી છે પરંતુ કેલિફોર્નિયા હજુ પણ 15 મિલિયન એટલે કે 1.5 કરોડ વોટની ગણતરી કરી રહ્યું છે અને વોટિંગ સમાપ્ત થયાને 18 દિવસ વીતી ચૂક્યા છે. આ પોસ્ટનો જવાબ આપતા ઈલોન મસ્કે લખ્યું કે, આ ખૂબ જ દુઃખદ છે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે પણ ભારતના બે રાજ્યો મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, અહીં પણ એક જ દિવસમાં મત ગણતરી કરવામાં આવી હતી.

SpaceX અને ટેસ્લાના CEO ઈલોન મસ્ક તેમના આશ્ચર્યજનક નિવેદનોને કારણે ચર્ચા રહે છે. ઈલોન મસ્ક, જેમણે ભારતની ચૂંટણી પ્રણાલીની તેની સ્પીડ માટે પ્રશંસા કરી છે, તેઓએ આ વર્ષે જુલાઈમાં EVMને ‘ખતરનાક’ ગણાવ્યા હતા. ઈલોન મસ્કે તે સમયે કહ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને પોસ્ટલ વોટિંગ ‘ખૂબ જ ખતરનાક’ હોઈ શકે છે અને તેનું સ્થાન બેલેટ પેપર વોટિંગ અને ડાયરેક્ટ વોટિંગ દ્વારા લેવું જોઈએ. આ નિવેદન આપવાના થોડા દિવસ પહેલા જ ઈલોન મસ્કએ કહ્યું હતું કે, આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને નાબૂદ કરી દેવા જોઈએ. તેને માનવીઓ અથવા AI દ્વારા હેક થવાનું જોખમ ઓછું છે પરંતુ તેની શક્યતા ઘણી વધારે છે.

આ પણ જૂઓ: ‘એક છીએ તો સેફ છીએ’ હવે દેશનો મંત્ર બની ગયો છે : PM મોદી

Back to top button