ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્ર પરિણામ પર સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર, હસીને બઠ્ઠા વળી જશો

Text To Speech

મુંબઈ, તા.24 નવેમ્બર, 2024: મહારાષ્ટ્ર વિધાનસભાના શનિવારે જાહેર થયેલા પરિણામમાં મહાયુતિનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે મહાવિકાસ અઘાડીનો રકાસ થયો હતો. ભાજપે એકલા હાથે 132 બેઠકો જીતવા સહિત ગઠબંધનમાં 230 બેઠકો જીતીને સપાટો બોલાવ્યો હતો. ભાજપની જીત પર સોશિયલ મીડિયામાં મીમ્સ વહેતા કરીને લોકોએ આનંદ માણ્યો હતો. સોશિયલ મીડિયા યૂઝર્સે રાહુલ ગાંધી, એક્ટ્રેસ સ્વરા ભાસ્કરને ટ્રોલ કરી હતી.

મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર અને અજિત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ એમવીએમાં સામેલ કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 95 અને એનસીપી (શરદ પવાર)એ 86 બેઠકો પર ચૂંટણી લડી હતી. મહાયુતિમાં સામેલ ભાજપને 132, શિવસેના (શિંદે જૂથ) 57 અને એનસીપી (અજિત પવાર)ને 41 બેઠકો પર જીત મળી છે. મહાવિકાસ અઘાડીની વાત કરીએ તો, કોંગ્રેસને 16, શિવસેના (ઉદ્ધવ જૂથ) 20 અને એનસીપી (શરદ પવાર)ને 10 બેઠકો પર જીત મળી છે.

આ પણ વાંચોઃ 94 વર્ષ, 9 ટીપાં… આ દેશમાં 1930થી ચાલી રહ્યો છે વિશ્વનો સૌથી લાંબો વૈજ્ઞાનિક પ્રયોગ

Back to top button