ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

યશસ્વી જયસ્વાલે પર્થ ટેસ્ટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા સામે કર્યું મોટું કારનામું

Text To Speech
  • સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો સ્ટાર યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો

પર્થ, 23 નવેમ્બર: ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો સ્ટાર યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. મેચની પ્રથમ ઇનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હોવા છતાં તેણે બીજી ઇનિંગમાં શાનદાર વાપસી કરી હતી અને અડધી સદી ફટકારી હતી. તેણે પોતાની શાનદાર બેટિંગથી કાંગારૂ બોલરોને પરેશાન કર્યા હતા. આ દરમિયાન તેણે આ મેચમાં બે સિક્સર ફટકારતાની સાથે જ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. તે ટેસ્ટ ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના બ્રેન્ડન મેક્કલમના નામે હતો.

જયસ્વાલના નામે અનેક છગ્ગા નોંધાયા

આ મેચ પહેલા યશસ્વી જયસ્વાલના નામે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 32 સિક્સર હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચની બીજી ઇનિંગમાં બે સિક્સર મારતાની સાથે જ તેનું નામ 34 સિક્સર સાથે ટોપ પર પહોંચી ગયું અને તે ટેસ્ટ ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર મારનારા બેટ્સમેનોની યાદીમાં નંબર 1 પર આવી ગયો. આ પહેલા વર્ષ 2014માં મેક્કલમે 33 સિક્સર ફટકારી હતી.

એક કેલેન્ડર વર્ષમાં ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર મારનાર ટોચના 5 બેટ્સમેન

  1. યશસ્વી જયસ્વાલ* (2024): 34 
  2. બ્રેન્ડન મેક્કુલમ (2014): 33
  3. બેન સ્ટોક્સ (2022): 26 
  4. એડમ ગિલક્રિસ્ટ (2005): 22 
  5. વિરેન્દ્ર સેહવાગ (2008): 22 

KL રાહુલ સાથે શાનદાર પાર્ટનરશિપ

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઘણી સારી સ્થિતિમાં જોવા મળી રહી છે. આ મેચની પ્રથમ ઈનિંગમાં માત્ર 150 રનમાં ઓલઆઉટ થયા બાદ બધાને લાગ્યું કે, આ મેચ ટીમ ઈન્ડિયાના હાથમાંથી નીકળી ગઈ છે, પરંતુ આ પછી ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાને માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું અને આ પછી ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેનોએ બીજી ઇનિંગમાં શાનદાર શરૂઆત આપી હતી. યશસ્વી જયસ્વાલે KL રાહુલ સાથે 150+ રનની ભાગીદારી કરી.

આ પણ જૂઓ: ચેમ્પિયન્સ ટ્રોફીમાં IND vs PAK મેચ થશે કે નહીં, આ તારીખે મળશે ICCની મોટી બેઠક

Back to top button